Mukhyamantri Pak Sangrah Yojana | મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના | Ikhedut Portal Online Registration | પાક સંગ્રહ યોજના । ગોડાઉન સહાય યોજના । Godown Yojana Gujarat । Gujarat Infrastructure Scheme | આઈ ખેડૂત માહિતી
Mukhyamantri Pak Sangrah Yojana In Gujarati
Table of Contents
- ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ.
- રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે.
- આ ગોડાઉન યોજના માટે ખેડૂત ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Godown Sahay Yojana
યોજનાનું નામ | પાક સંગ્રહ યોજના । ગોડાઉન સહાય યોજના |
ભાષા | ગુજરાતી |
ઉદ્દેશ | ખેડૂતો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરવા માટે |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતોને |
સહાયની રકમ | ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા 01/04/2023 થી 31/03/2024 સુધી |
યોજનાની વિગતવાર માહિતી
રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની જોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઇ રહે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય અને જેના પરિણામે ખેતી વધુ નકાકારક બની શકે છે. તે હેતુથી રાજ્યના ખેડોતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના સને ૨૦૨૦-૨૧થી શરૂ કરવામાં આવેલ છે.
૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત
રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
આજીવન એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
ન્યુનતમ ૩૩૦ચોરસફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહે છે અને ઠરાવમાં દર્શાવ્યા મુજબના પાક સંગ્રહ સ્ટ્રક્ચરના સ્પેશીફીકેશન મુજબ તૈયાર કરવાનું રહે છે. સહાયની વિગતો ઠરાવને આધિન રહે છે.
યોજનાના લાભ
યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે(બે હપ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/-)
IKhedut Portal Godown બનાવવાની શરતો
રાજ્ય સરકારની Infrastructure Scheme માટે કેટલીક શરતો નક્કી કરેલ છે. ખેડૂતોએ Pak Sangrah Yojana નો લાભ લેવા માટે નીચેની શરતો લાગુ પડશે.
- ખેડૂતોએ ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન(Godown)ની છતની મધ્યમાં ઉંચાઈ 12 ફૂટ રાખવાની રહેશે તથા ઓછામાં ઓછો પાયો જમીનથી 2 ફૂટ ઉંડાઈ વધુ રાખવાની રહેશે.
- ખેડૂતે જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટ ઉંચાઈ(Height)એ પ્લીન્થ બનાવવાની રહેશે. પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટથી ઓછી નહિં હોય તેને માન્ય રાખવીની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા સબસીડી માટે માન્ય ગણાશે નહીં.
- ગોડાઉનનું પ્લીન્થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરીંગ PCC પાકું કરવાનું રહેશે.
- પાક સંગ્રહ માટે ગોડાઉનના કોરુગેટેડ ગેલ્વેનાઈઝ શીટથી કે સિમેન્ટના પતરાથી બનાવવાના રહેશે.
- આ યોજના અન્વયે 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય કે સબસીડી માટે માન્ય રહેશે નહિં.
- લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશીફિકેશન કરતાં વધારે મોટું ગોડાઉન સ્વ-ખર્ચે બાંધી શકશે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની સહાય ધોરણ
આ પાક સંગ્રહ યોજના અન્વયે ikhedut portal subsidy નિર્ધારિત થયેલ છે. આ યોજના અન્વયે પોતાની જ્ઞાતિ મુજબ સબસીડી કે સહાય નક્કી થયેલ છે. જે નીચે મુજબ છે.
ST (અનુસૂચિત જન જાતિ) માટે | એસ.ટી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે |
SC (અનુસૂચિત જાતિ) માટે | એસ.સી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે |
અન્ય તમામ જ્ઞાતિઓ માટે | અન્ય તમામ જ્ઞાતિઓના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે |
ગોડાઉન સહાય યોજના ડોક્યુમેન્ટ
i-khedut portal 2021 દ્વારા ચાલુ વર્ષમાં ઘણી સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આ યોજનાની અરજી માટે નીચે મુજબના Document જોઈશે.
1. લાભાર્થીનું આધારકાર્ડની નકલ
2. ikhedut portal 7 12
3. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
4. જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5. વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
6. જમીનના 7/12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિપત્રક
7.જંગલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો)
Godown Yojana Gujarat લક્ષ્યાંક
આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાનો લાભ આપવા માટે નક્કી લક્ષ્યાંક આપેલો છે. જે અન્વયે ખેડૂતોની અરજીઓને માન્ય રાખવામાં આવશે અને સબસીડી આપવામાં આવશે.
યોજના અને જ્ઞાતિનું નામ | 2023-2024 નો લક્ષ્યાંક |
અનુસૂચિત જન જાતિ (એજીઆર-3) | 10600 |
અનુસૂચિત જાતિ (એજીઆર-4) | 4900 |
અન્ય તમામ જ્ઞાતિઓ માટે (એજીઆર-2) | 40600 |
IKhedut Portal New Registration
આ યોજનાનો લાભ લેવા માટે ધરતીપુત્રોઓએ આઈ ખેડૂત પોર્ટલના પરથી Online Form ભરવાનું રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
Mukhyamantri Pak Sangrah Yojana 2023 હેઠળ લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતે તારીખ01/04/2023 થી 31/03/2024 સુધી કોઈપણ જગ્યાએથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજીનું સ્ટેટસ તપાસવા અને અરજી માટે
લાભાર્થી ખેડૂત ikhedut portal online application status તથા ikhedut portal arji print પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર પરથી મેળવી શકે છે. અરજીનું સ્ટેટસ જાણવા માટે કચેરી સુધી જવાની જરૂર નથી.