Advertisements
અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 28મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ હતી, જે વરસાદના કારણે કાલે સોમવારે રમાશે. જો કે આજે સ્ટેડિયમના પેવેલિયનનો એક વિડીયો વાયરલ થયો છે.
Advertisements
વાયરલ થયેલા આ વિડીયોમાં પ્રેક્ષક તરીકે આવેલી એક મહિલા એક પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન કરી રહેલી દેખાય છે. આ મહિલાએ પોલીસકર્મી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી તેને બે વાર ધક્કો મારી પાડી દીધો. આ ઘટનામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે પોલીસકર્મીએ દારૂ પીધો હતો. GTSV આ વાયરલ વિડીયો અંગે કોઈ પુષ્ટિ કરતુ નથી, જુઓ આ વિડીયો –
Advertisements