ગુજરાત સામે ગુજરાતી ભારે પડ્યો : IPL ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ગુજરાત સામે જીત – IPL 2023 FINAL CKS vs GT

Nikhil Sangani

Updated on:

Rate this post

IPL 2023 FINAL : આઈપીએલ 2023 ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું છે. આ દિલધડક મુકાબલામાં ગુજરાત પર એક ગુજરાતી ભારે પડ્યો હતો. રવીન્દ્ર જાડેજા એ છેલ્લા બોલે બાઉન્ટ્રી મારી ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને વિજય અપાવ્યો હતો. આખરે ગુજરાતનો પરાજય થતાં ગુજરાતીઓના દિલ તૂટ્યા હતા. CSKને અંતિમ ઓવરના છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી, ત્યારે રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્મા ની બરાબરી કરી લીધી છે. રોહિતે તેની કેપ્ટનશિપમાં પાંચ વખત મુંબઈને વિજેતા બનાવ્યું છે. ચેન્નઈ આ પહેલા 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું હતું અને આજે પાંચમી વખત IPL નો ખિતાબ પોતાના નામે કર્યો છે. : Narendr modi Stadium : IPL 2023 final : CKS vs GT : Ravindr Jadeja : ms dhoni

 IPL 2023 FINAL

  • ગુજરાત સામે ગુજરાતી ભારે પડ્યો
  • રવીન્દ્ર જાડેજા એ છેલ્લા બોલે બાઉન્ટ્રી મારી ગુજરાતની આશા પર પાણી ફેરવ્યું
  • બીજી વખત ફાઇનલ જીતવાનું ગુજરાતનું સ્વપ્ન અધુરુ રહ્યું 
  • CSKએ પાંચમી વખત ખિતાબ પોતાના નામે કર્યો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમયેલ આઈપીએલ 2023ની ફાઇનલ માં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં છેલ્લા બોલે ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટે પરાજય આપી પાંચમી વખત આઈપીએલ ટ્રોફી જીતી લીધી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન ફટકાર્યા હતા. તે જોતા ગુજરાતના ચાહકો વિજય નક્કી હોવાનું માની રહ્યા હતા. પરંતુ જ્યારે ચેન્નઈની ઈનિંગ શરૂ થઈ તો ત્રણ બોલ બાદ વરસાદના કારણે મેચ બંધ કરવી પડી હતી, ત્યારબાદ ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 15 ઓવરમાં 171 રન બનાવી ટ્રોફી પોતાના નામે કરી હતી.

રવિન્દ્ર જાડેજા એ છેલ્લા બોલ ફટકારી ગુજરાત ટાઇટન્સ ને હરાવ્યું

See also  રણમાં અચાનક જ લાખો માછલીઓ ચાલી, આરબ લોકોને ચોંકાવી દીધા

CSK ની જીત બાદ સ્ટેડિયમ માં અદભુત નજારો

જયારે ચેન્નઈ સુપર કિંગ્સ ને જીત માટે અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. મોહિત શર્માએ પ્રથમ ચાર બોલ સાનદાર ફેંક્યા અને માત્ર ત્રણ રન આપ્યા હતા. પરંતુ રવિન્દ્ર જાડેજાએ પાંચમાં બોલે છગ્ગો અને અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ચેન્નઈને પાંચ વિકેટે જીત અપાવી હતી. ગુજરાતની હાર થતાંની સાથે ચાહકોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું, તો CSK ના ફેન ઉત્સાહમાં આવી વિજય ઉત્સવ મનાવતા જોવા મળતા હતા. મહેન્દ્રસિંહ ધોની પ્રથમ બોલે આઉટ થતાં ગુજરાત આ મેચમાં કમબેક કરશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ધોની ની સેના અંતિમ ક્ષણોમાં ગુજરાતની જીત આંચકી લીધી હતી.

74 રનની ઓપનિંગ ભાગીદારીએ જીતનો મજબુત પાયો નાખ્યો


ગુજરાતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. રુતુરાજ ગાયકવાડ અને કોનવેએ પાવરપ્લેમાં 52 રન ફટકારી દીધા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 6.3 ઓવરમાં 74 રનની ભાગીદારી કરી હતી. ગાયકવાડ 16 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કોનવે 25 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. આ બંનેની વિકેટ નૂર અહમદે ઝડપી હતી, ત્યાર બાદ રન બનાવની ગતિ થોડીક ધીમી પડી હતી.

ધોની સિવાયના ખેલાડીઓએ રંગ રાખ્યો

See also  Bhootnath Day Satta Matka Chart Today 13 November 2022

અજિંક્ય રહાણે 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 27 રન બનાવી આઉટ થયો હતો. અંબાતી રાયડૂએ 8 બોલમાં 19 રન ફટકાર્યા હતા. પરંતુ જેના પર ટીમને સૌથી વધુ મદાર હતો તે એમએસ ધોની શૂન્ય રન બનાવી પ્રથમ બોલ પર આઉટ થયો હતો. આ ત્રણેયને મોહિત શર્માએ પેવેલિયન પરત મોકલી આપ્યા હતા.  જયારે ધોની આઉટ થયા બાદ શિવમ દુબે 21 બોલમાં બે સિક્સ સાથે 32 અને જાડેજા 6 બોલમાં 1 ફોર અને એક સિક્સ સાથે 15 રન બનાવી અણનમ રહ્યો હતો.

ગુજરાત માટે ગિલ અને સાહાની આક્રમક શરૂઆત કરી હતી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ ઓવરથી બાઉન્ટ્રી ફટકારવાનું શરૂ કર્યું હતું. ગુજરાત ટાઈટન્સે પાવરપ્લેમાં વિના વિકેટે 62 રન ફટકારી દીધા હતા. ગુજરાતને પ્રથમ ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. ગિલ 20 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 39 રન બનાવી આઉટ થયો હતો. ઓપનિંગ સારી થતાં ગુજરાત એક મોટા સ્કોર સુધી પહોંચશે તે નકકી હતું.

ગિલ આઉટ થયા બાદ સાહા અને સુદર્શન બાજી સંભાળી

See also  બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર મારે તેવું જીવન જીવે છે ગીતાબેન રબારી…. જુઓ શાનદાર તસવીરો..

ગિલ આઉટ થયા બાદ સાઈ સુદર્શન ક્રિઝ પર આવ્યો હતો. રિદ્ધિમાન સાહાએ આઈપીએલ ફાઈનલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. સાહા 39 બોલમાં 5 ફોર અને એક સિક્સ સાથે 54 રન બનાવી આઉટ થયો હતો. સાહા અને સુદર્શન વચ્ચે બીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી થઈ હતી. સાઈ સુદર્શને 47 બોલમાં 96 રન ફટકાર્યા હતા. સુદર્શને પોતાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને છ સિક્સ ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા 12 બોલમાં બે સિક્સ સાથે 21 રન બનાવી અણનમ રહ્યો હતો.

આ સીઝનમાં દરેક રેકોર્ડ તૂટતા જોવા મળ્યા

IPL 2023 માં અનેક રેકોર્ડ તૂટતાં જોવા મળ્યા હતા. અનેક દ્રષ્ટિએ આ સીઝન ઐતિહાસિક સાબિત થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાની અંતિમ લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપ્યો અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને 47 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા. આ આઈપીએલ 2023ની નવમી સદી હતી. જો એક સિઝનમાં સૌથી વધુ સદીઓની વાત કરીએ તો IPLની વર્તમાન સિઝન ટોચ પર પહોંચી ગઈ છે. IPL 2022 એટલે કે છેલ્લી સિઝનમાં 8 સદી ફટકારવામાં આવી હતી. પરંતુ આ સિઝનમાં પાંચ મેચ (ચાર પ્લેઓફ) બાકી રહેતા તમામ સિઝનના રેકોર્ડ તોડી નાખ્યા છે. તેને આ સિઝનમાં 9 સદી લાગી છે. જે સૌથી વધુ છે.