Gujarat Budget 2023-24 PDF | ગુજરાત બજેટ 2023-24

Nikhil Sangani

Updated on:

Rate this post

Gujarat Budget 2023 Gujarati PDF Download | ગુજરાત બજેટ 2023-24 | HighLights | PDF: Gujarat Budget 2023 in Gujarati PDF download link is available below in the article, download PDF of Gujarat Budget 2023-24 PDF in Gujarati using the direct link given at the bottom of the content.

Gujarat Budget 2023

Gujarat Budget 2023, Gujarat Budget 2024,

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

 • 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા ઓરડા બનાવશે સરકાર
 • રાજ્યમાં IAS ની કુલ ૩૧૩ જગ્યાઓ મંજુર
 • ૩૧૩ પૈકીની ૫૬ જગ્યાઓ ખાલી
 • રાજ્યના ૧૯ આઈએએસ અધિકારી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર
 • ગુજરાતમાં જુના કરવેરામાં કોઈ પણ વધારો નહી
 • CNG અને PNG સસ્તા થશે, 15%થી ઘટાડી 5% વેટ કરાયો
 • ભાવનગર ખાતે પોર્ટના ટ્રાફિકને હાઇવે સુધી સરળતાથી પહોચાડવા માટે રીંગરોડ વિકસાવવા રૂ. ૨૯૭ કરોડનું આયોજન
 • ઇલેકટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઇલેકટ્રીક વ્હીકલ (૨-૩-૪ વ્હીલર) પોલિસી માટે રૂ. ૨૧૭ કરોડની જોગવાઇ
 • અરવલ્લી ને મળી મેડિકલ કોલેજ

Gujarat Budget 2023-24

 • આદર્શ નિવસી શાળા માટે 667 કરોડની જોગવાઈ, 10 નવી રક્ષા શક્તિ સ્કુલ શરુ કરાશે, દિવ્યાંગોને બસમાં મુસાફરી ફ્રી, સરખેજ ગાંધીનગર હાઈવે માટે 913 કરોડની જોગવાઈ, અમદાવાદ – મહેસાણા- પાલનપુર હાઈવે માટે 160 કરોડની જોગવાઈ.
 • RTE એક્ટ હેઠળ ધોરણ આઠ સુધીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પરંતુ હવેથી હોંશિયાર વિદ્યાર્થીઓને 8 નહીં 12માં ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવશે, ગુજરાત સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત
 • યુવાનોની કૌશલ્યની તાલીમ માટે 48 કરોડની જોગવાઈ, પીએમ આવાસ યોજના માટે 222 કરોડની જોગવાઈ, તબીબી સેવાઓ માટે 1278 કરોડની જોગવાઈ, આયુષની વિવિધ યોજના માટે 377 કરોડની જોગવાઈ.
 • ઝી એન્ટરટેનમેન્ટ પર નાદારીની પ્રક્રિયા પર લાગી રોક
 • NCLATએ NCLTના આદેશ પર લગાવી રોક
 • સોલાર રૂફટોપ યોજના માટે વધુ 824 કરોડની જોગવાઈ
See also  ધો-10મા નાપાસ વિદ્યાર્થીઓને ફરી મળશે એડમિશન : 5 વર્ષ પહેલા રદ થયેલા નિયમને ફરી વખત લાગુ કરાશે : Big news for students who fail in class 10

Gujarat Budget 2023-24

 • શિક્ષણ વિભાગ માટે 43651 કરોડ
 • મિશન સ્કૂલ ઓફ એકલાન્સ અંતર્ગત 3109 કરોડ
 • 400 જ્ઞાન સેતુ ડે સ્કુલ માટે 64 કરોડ
 • 10 નવી રક્ષા શકિત સ્કૂલ શરૂ થશે
 • સરકારી સ્કૂલ ની જાળવણી માટે 109 કરોડ
 • RTE બાદ હોશિયાર વિદ્યાર્થીઓ માટે ધોરણ 9 થી 12 નાં અભ્યાસ માટે 50 કરોડ ની જોગવાઈ
 • SRPF મા નવી મહિલા બટાલિયન ઉભી કરવાની રાજય સરકારની જાહેરાત
 • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઈ
 • વિધવા બહેનોને આર્થિક સહાય પુરી પાડતી ‘ગંગા સ્વરૂપા યોજના” માટે રૂ. ૧૮૯૭ કરોડની જોગવાઈ
 • પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે રૂ. ૧૪૫૨ કરોડની જોગવાઈ
 • માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે રૂ. ૭૫૪ કરોડની જોગવાઇ
 • ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે રૂ. ૩૯૯ કરોડની જોગવાઇ
 • આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે રૂ. ૨૬૮ કરોડની જોગવાઇ
 • દેશનો પ્રથમ સેમી કોન ડિસ્પ્લે ફેબ ઉત્પાદન પ્લાન્ટ દોઢ લાખ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ધોલેરામાં શરૂ કરાશે

 

ગુજરાત બજેટ 2023: શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ

દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

• મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે `૩૧૦૯ કરોડની જોગવાઇ.
• પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ `૬૪ કરોડની જોગવાઈ.
• સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે `૫ કરોડની જોગવાઇ.
• સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે `૧૦૯ કરોડની જોગવાઈ.
• અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ.
• ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે `૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા `૫૦ કરોડની જોગવાઈ.
• સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.

See also  GATE Exam 2022 : GATE 2022 Examination Schedule

ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ

• ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે `૩૯૦ કરોડની જોગવાઈ.
• ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા `૪૦૧ કરોડની જોગવાઇ.
• ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે `૧૬૯ કરોડની જોગવાઈ.
• નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા `૧૫૦ કરોડની જોગવાઈ.
• યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૭૦ કરોડની જોગવાઈ.
• રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૬૪ કરોડની જોગવાઈ.
• ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે `૪૦ કરોડની જોગવાઈ.
• ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા `૩૫ કરોડની જોગવાઈ.
• ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા `૩૦ કરોડની જોગવાઇ.
• IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે `૧૮ કરોડની જોગવાઈ.
• સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે
`૬ કરોડની જોગવાઈ.
• સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા `૫ કરોડની જોગવાઈ.
• STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્‍જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ `૫ કરોડની જોગવાઈ.

See also  DA Calculator 2023 | DA Calculator for Central Government Employees

બજેટમાં શાળામાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકોની નિયુક્તિ થશે.

અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ.

શિક્ષણ ન્યૂઝ બજેટ

 • શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ
 • મિશન સ્કૂલ જોગવાઈ ઓફ એકલાન્સ અંતર્ગત 3109 કરોડની
 • 400 જ્ઞાન સેતુ ડે સ્કુલ માટે 64 કરોડની
 • RTE એક્ટ હેઠળ ધોરણ આઠ સુધીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પરંતુ હવેથી હોંશિયાર વિદ્યાર્થીઓને 8 નહીં 12માં ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવશે, ગુજરાત સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત

Gujarat Budget 2023-24 PDF Gujarati

Gujarat Budget PDF Book Download

Gujarat Budget All PDF Download [Official]

How To Download Gujarat Budget 2023 From Official Website?

 • First Visit the Official Website of the Gujarat Government Finance Department.
 • The link To the Official Website Is Given Above In the table.
 • Now Home Page of The Finance Department Website Will Open
 • There On home Pages, Link Budget is Given.
 • Click on The year 2023-24 To Open the Budget.
 • Now Budget Pages Is Opened.
 • Now You Can Download your Budget 2023 From That Page.

Leave a Comment