પેપરલીક ને લઈને ગુજરાત સરકારનો જોરદાર નિર્ણય જોવો દોષિતોને સું સજા થશે

Nikhil Sangani

Updated on:

Rate this post

ગુજરાત વિધાનસભામાં પેપરલીક મામલે બિલ પાસ 

ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે.

જેનું બિલ આજે વિધાનસભા ગૃહમાં પસાર. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે.

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

પરીક્ષાર્થી 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા

આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રાખવા જોગવાઈ છે.

See also  Gujarat Budget 2023-24 PDF | ગુજરાત બજેટ 2023-24

ગુનો બિનજામીનપાત્ર રહેશે

વિધેયકમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે.

1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!

પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં. પેપરલીક કેસની તપાસ DySP કક્ષાના અધિકારી કરે તે ઈચ્છનીય છે.