2000 Notes Ban: 2000 ની નોટ બેંકમા કઇ રીતે બદલશો, જાણો નોટબંધી સંબંધી તમામ નિયમો

Advertisements

2000 Notes Ban: ક્લીન નોટ પોલિસી: ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ 2000 રૂપિયાની ચલણી નોટ બાબતે મોટો નિર્ણય લીધો છે. RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની અગત્યની જાહેરાત કરી, જો કે બજારમાં રહેલી 2 હજારની નોટ ચલણમાં માન્ય રહેશે. ચાલો આજે જાણીએ કે તમારી પાસે રહેલી 2000 Notes ક્યા સુધી માન્ય રહેશે ? 2000 Notes બેંકમા કઇ રીતે બદલશો ? એક સમયે કેટલી નોટ બદલી શકાસે ?

Advertisements

2000 Notes Ban

છેલ્લા ઘણા સમયથી રૂ. 2000 ની નોટ બાબતે ઘણી અટકળો ચાલતી હતી. આ તમામ અફવાઓ અને અટકળો નો અંત આવ્યો છે. RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની અગત્યની જાહેરાત કરી છે. જો કે 2000 Notes નુ સર્ક્યુલેશન જ બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં માન્ય રહેશે

See also  કોરોના સંક્રમણ : કેશોદમાં 2 કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું

ભારતીય રિઝર્વ બેંકે 2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અફવાઓ અને અટકળોનો અંત લાવ્યો છે, RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે. આ અંગે તમને જણાવી દઈએ કે, 2000 ની નોટનુ સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં ચાલુ જ રહેશે તેમજ બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ હાલ માન્ય રહેશે.

શું છે ક્લીન નોટ પોલિસી

ભારતીય રિઝર્વ બેંકે સૌથી મોટી ચલણી નોટ એટલે કે 2000 Notes ને લઈ અગત્યનો નિર્ણય લીધો છે, RBI અનુસાર 2000 રૂપિયાની નોટ લીગલ ટેંન્ડર રહેશે પરંતુ તેનું સર્ક્યુલેશન બંધ કરવામા આવશે. ભારતીય રિઝર્વ બેંકે દેશની વિવિધ બેંકોને સલાહ આપી છે કે, 2000 Notes Ban 2000 રૂપિયાની નોટને તાત્કાલિક અસર થી બહાર સર્ક્યુલેશન કરવાનું બંધ કરવામા આવે. અત્રે તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. વર્ષ 2016 માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ ચલણમા લાવેલ હતી.

કઇ રીતે બદલશો નોટ

30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં તમે બદલાવી શકસો અથવા જમા કરાવી શકસો.
8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરવામા આવી હતી તેમજ સરકારે 500 અને ૧૦૦૦ ની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નવી નોટ ચલણમા જાહેર કરી હતી, કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી.નોટબંધી બાદ પણ 2 હજારની નોટ છપાતા કાળા નાણાની ફરિયાદો વધતી જતી હતી. 2 હજારની નોટ ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી વધવા પામી હતી. RBIને પણ સંગ્રહખોરો અંગે અનેક ફરિયાદો મળતી હતી. ફરી એકવાર કાળા નાણા પર બ્રેક લગાવવા 2 હજારની નોટનું સર્ક્યુલેશન 2000 Notes Ban બંધ કરવામા આવ્યુ છે. જો કે, 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં લોકો બદલાવી શકશે અને બેંકમા જમા પણ કરાવી શકસે.

નોટ બદલવા મળશે પુરતો સમય

લોકોને નોટ બદલવા પુરતો સમય મળશે.
30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈ પણ બેંકમાં 2000 રૂપિયાની નોટ લોકો બદલી શકશે. 23 મેથી કોઈપણ બેંકમાં નોટ બદલી અથવા જમા કરાવી શકાશે. ખાસ વાત એ છે કે, 20,000 રૂપિયા એક સમયે બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે.

See also  12 વર્ષથી શુગર થી પીડાતા વ્યક્તિ 9 દિવસ માં થઇ ગયા પીડા મુક્ત

2000 નોટ હોય તો શું કરવુ ?

તમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય તો તરત શું કરવું તેની આપને ચર્ચા કરીશુ.
સરળ જવાબ એ છે કે તમારી પાસે પણ જો 2000 ની નોટ હોય તો તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ધીમે ધીમે ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, એટલે કે આ નોટને તબક્કાવાર રીતે ચલણમાથી બહાર કાઢવામાં આવશે. જો તમે અત્યારે બજારમા ક્યાય પણ જશો તો 2000 ની નોટ થી લેવડ-દેવડ કરી શકશો, પરંતુ એ સાચું છે કે જો તમારી પાસે આ નોટો હોય તો તેને આરામથી બેંકમાં પરત કરો અને બીજી નોટો ચેન્જ કરીને લઇ લો.

અગત્યની લીંક

2000 Notes Ban અંગે ઓફીસીયલ લેટર અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

2000 ની નોટ ક્યા સુધી બેંકમા બદલી શકાસે ?

30 સપ્ટેમ્બર 2023 સુધી

2000 ની નોટ બદલવા કઇ બેંકમા જવુ ?

કોઇ પણ બેંકમા 2000 ની નોટ બદલી શકાય છે.
5/5 - (22 votes)

Advertisements
Advertisements
close button