Vidhyasahayak Pura Pagar Circular

admin

vidyasahayak
4.7/5 - (8 votes)

મા.મુખ્યમંત્રીશ્રી સંદર્ભ/અગત્યનું
ક્રમાંકઃ પ્રાશિનિ/નીતિ/૨૦૧૬/૬/૬૩૯૩-૭૪૧૦ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
બ્લોક નં.૧૨/૧, ડો.જીવરાજ મહેતા ભવન, ગુ.રા.ગાંધીનગર તા. ૨૮/૯/૨૦૧૬
પ્રતિ,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, તમામ.
શાસનાધિકારીશ્રી, ન.શિ.સ. તમામ.

વિષયઃ- વિધાસહાયકોને(Vidhyasahayak) પાંચ વર્ષના અંતે પુરા પગારી શિક્ષક તરીકે સમાવવા બાબત.
ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, રાજયમાં જિલ્લા/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક ભરતી યોજના અન્વયે નિમણુંક પામતા વિધાસહાયકો પ્રાથમિક વિભાગ(ધો.૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ(ધો.૬ થી ૮) ને પાંચ વર્ષના અંતે વિધાસહાયક ભરતી અંગેના નિયમો અનુસાર વિધાસહાયક તરીકેના નિમણૂંક હુકમ અંગેની શરતોને આધિન પુરા પગારી પ્રાથમિક શિક્ષક તરીકે નિયમિત કરવાના રહે છે.

વિધાસહાયકોને પાંચ વર્ષનો કરારીય સમયગાળો પુર્ણ થયા બાદ પુરા પગારી પ્રાથમિક શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવા અંગેના હુકમો સબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિ કક્ષાએથી જે દિવસે વિધાસહાયક તરીકેના પાંચ વર્ષ પુર્ણ થાય અને પુરા પગારી શિક્ષક તરીકેની પાત્રતા ધરાવે તેના બીજા દિવસે પુરા પગારીના હુકમ સબંધિત કર્મચારીને મળી જાય તેવુ આયોજન અને અમલીકરણ કરવા આથી સુચના આપવામાં આવે છે. જો તેમાં વિલંબ થયેલ જણાશે તો વિલંબ માટે જવાબદાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી.

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

સવિનય નકલ રવાનાઃ-

પ્રાથમિક શિક્ષણ નિયામક ગુ.રા.ગાંધીનગર
મા.અંગત સચિવશ્રી, મા.મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧, ગુ.રા.ગાંધીનગર. મા.અંગત સચિવશ્રી, મા.શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧, ગુ.રા.ગાંધીનગર. મા.અંગત સચિવશ્રી, મા.શિક્ષણમંત્રીશ્રી(રા.ક.)નું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-ર, ગુ.રા.ગાંધીનગર.
અગ્ર સચિવશ્રી, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગુ.રા.ગાંધીનગર. નાયબ સચિવશ્રી, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગુ.રા.ગાંધીનગર.