Free Silai Machine Yojana Gujarat 2023 | મફત સિલાઈ મશીન યોજના

Advertisements

Free Silai Machine Yojana Gujarat 2023 | મફત સિલાઈ મશીન યોજના | Mafat Silai Machine yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2023 | Free Sewing Machine Scheme Gujarat  Application 2023 આ માહિતીના માધ્યમથી  મફત સિલાઈ મશીન યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે?  તેની સંપૂર્ણ માહિતી મેળવીશું, મહિલાઓ શીવણ નો કોર્સ કરી ઘરેબેઠા જ સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સિલાઇ મશીન ખરીદવા માટે સહાય આપવામા આવે છે. ગુજરાત સરકારની કઇ કઇ યોજનાઓ અંતર્ગત Free Silai machine સહાય આપવામા આવે છે તે માહિતી જોઇએ.

Advertisements

Free Silai Machine Yojana Gujarat 2023 | મફત સિલાઈ મશીન યોજના

યોજના ફ્રી સિલાઈ મશીન યોજના 2023
યોજના નુ નામ માનવ ગરીમા યોજના
માનવ કલ્યાણ યોજના
યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને સ્વરોજગારીની તકો
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન અરજી
Official Website https://sje.gujarat.gov.in/
https://e-kutir.gujarat.gov.in
See also  Vahali Dikri Yojana | How to Registration | How to Fill Form

ફ્રી સિલાઇ મશીન યોજના 2023

સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. તે માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ વ્યવસાય માટે સ્વરોજગારી માટે સાધન સહય આપવામા આવે છે . ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ્સ કીટ આપવામા આવે છે.

માનવ ગરીમા યોજના ફ્રી સિલાઇ મશીન કિટ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દર વર્ષે માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવામા આવે છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે લાભાર્થીઓને ટુલ્સ કિટ આપવામા આવે છે. જેમા ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ કમ્પ્યુટરાઇઝડ ડ્રો ના આધારે લાભાર્થીની પસંદગી કરી લીસ્ટ બહાર પાડવામા આવે છે. આ 28 પ્રકારના વ્યવસાયમા દરજીકામ પણ સામેલ છે. એટલે કે પુરૂષોને તથા મહિલાઓને Free Silai machine દરજીકામ માટે જરૂરી ટુલ્સ કિટ આપવામા આવે છે.

ડોકયુમેન્ટ લીસ્ટ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું
See also  I Khedut Yojana Gujarat 2022 | આઈ ખેડૂત યોજના ગુજરાત

માનવ કલ્યાણ યોજના ફ્રી સિલાઇ મશીન કિટ

કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત દર વર્ષે કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે સાધન સામગ્રી આપવા ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે. જેમા Free Silai machine દરજી કામ માટે અંદાજીત રૂ. 21500 ની કિંમતની ટુલ્સ કિટ આપવામા આવે છે. આ યોજના અંતર્ગત આવકમર્યાદા ની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000 જ્યારે શહેરી વિસ્તાર માટે રૂ. 150000 છે. આ યોજનાના ફોર્મ 1 એપ્રીલ 2023 થી ઓનલાઇન ભરવાનુ શરૂ થશે.

માનવ કલ્યાણ યોજના ઓનલાઇન અરજી

માનવ ક્લ્યાણ યોજના અંતર્ગત વીવીધ વ્યવસાયો માટે સાધન સહાય આપવા માટે તા. 1 એપ્રીલ 2023 થી ઓનલાઇન અરજી શરૂ થશે. તે માટે નીચે મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે.
  • તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો.
  • ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો.
  • તેમા સૌ પ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરજી કામ સહાય ઓપ્શન સીલેકટ કરો.
See also  Beauty Parlour Kit Sahay Yojana 2023 | મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

આ પણ વાંચો; બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 તમામ માહિતી

સિલાઇ મશીન

મહિલાઓ માટે ઘરેબેઠા સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે શીવણ અને બ્યુટી પાર્લર આ 2 મુખ્ય વ્યવસાય છે. સરકારની વીવીધ યોજનાઓ અંતર્ગત આ આ બન્ને વ્યવસારો માટે સાધન ટુલ્સ કીટ સહાયરૂપે આપવામા આવે છે. મહિલાઓ શીવણ અને બ્યુટી પાર્લર ના કોર્સ કરી સરકારની વીવીધ યોજનાઓનો લાભ લઇ સ્વરોજગારી મેળવી શકે છે.

સિલાઇ મશીન કીટ ઓનલાઇન ફોર્મ

સિલાઇ મશીન કીટ સહાય માનવ ક્લ્યાણ યોજના અંતર્ગત આપવામા આવે છે. જેના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ હાલ ચાલુ થઇ ગયેલ છે. જેના માટે ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ તેમા સૌથી ઉપર આપેલ કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ પર ક્લીક કરો.
  • તેમા વીવીધ યોજનાઓના લીસ્ટ આવશે તેમાથી માનવ કલ્યાણ યોજના ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી તમારૂ રજીસ્ટ્રેશન આઇ.ડી. બનાવો.
  • ત્યારબાદ લોગીન થઇને તમે માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.
યોજનાની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાસરનામાઅને ટેલિફોન નંબર ની યાદી અહીં ક્લિક કરો
Rate this post

Advertisements
Advertisements
close button