કેશોદ બસ સ્ટેશનમાં 2 ફૂટ ઉંચું જંગલી ઘાસ ઉગી નીકળ્યું

Advertisements
  • ભૂતકાળમાં આસપાસના રહીશોએ ગંદકી મુદ્દે હલ્લાબોલ કર્યો હતો

કેશોદ એસટી બસ સ્ટેશનમાં બસના પ્લેટફોર્મની બરાબર સામેના ભાગે ખાણી પીણીના સ્ટોલ છે. અત્યારે જોકે, તે બંધ હાલતમાં છે. લોકોની અવરજવર નથી અને સફાઇ નથી થતી. આથી તેને ફરતે જંગલી ઘાસ ઉગી નિકળ્યું છે. 2 મહિનામાં આ ઘાસ 2 ફૂટ વધી ગયું છે. આ સ્થળ આસપાસ મોટી સંખ્યામાં મુસાફરો અને એસટી સ્ટાફ અવરજવર કરે છે. ગંદકીને લીધે અહીં જીવજંતુ તેમજ મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યત્તા છે.

Advertisements

એસટી બસ સ્ટેશનમાં લોકોની સૌથી વધુ અવરજવર રહેતી હોય છે. આથી તેને નિયમીતપણે સ્વચ્છ રાખવું એ એસટી વિભાગની જવાબદારી છે. પરંતુ બન્ને મુખ્ય ગેટ પર જાણે કે જંગલ હોય એવું દ્રશ્ય જાેવા મળી રહ્યું છે. ભૂતકાળમાં એસટી ડેપોમાં થતી ગંદકીને લઇને બાજુના રહીશોએ હલ્લાબોલ કર્યો હતો. એસટી વિભાગે તાત્કાલીક જંગલી ઘાસ દુર કરે એવી માંગ ઉઠી છે.

ઘાસ દૂર કરવા સુચના અપાશે : જૂનાગઢ એસટીના વિભાગીય વડા સાથે ટેલીફોનીક વાત થતાં તેમણે આ ઘાસ હટાવવા જરૂરી સુચના આપી તે દૂર કરાશે એમ જણાવ્યું હતું.

Advertisements

Leave a Comment

close button