Pushpa 2 The Rule : ઓફિસિયલ ટ્રેલર રિલીઝ, જુવો અલ્લું અર્જુનનો નવો અવતાર

Advertisements

Pushpa 2 The Rule: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત પુષ્પા ફિલ્મની જોરદાર સફળતા બાદ સુકુમાર,પુષ્પા ટુ ધ રુલ ફિલ્મ લઈને ફરીથી દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ત્યારે લોકોની આતુરતાનો અંત આવી ગયો છે.

Advertisements

તાજેતરમાં જ પુષ્પા ટુ ધ રુલનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જે જોતામાં જ ત્રણ કલાકની અંદર 30 લાખ દર્શકોએ નિહાળી લીધું છે આ જોતા જ પુષ્પા ૨ રુલ ફિલ્મ દર્શકોમાં જોરદાર ઉત્સાહ જગાડી રહી છે.

Pushpa 2 The Rule Official Teaser/Trailer 2023

Download Trailer

Pushpa 2 The Rule Star Cast

પુષ્પા ટુ ધરુલ ફિલ્મને સુકુમાર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. જેને રવિશંકર દ્વારા મૈત્રી મુવીઝ મેકર સાથે મળીને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તમને અલ્લુ અર્જુન, ફાસ્ટ ફેસિલ, રશ્મિકા મંધાના, ધનંજય, રાવ રમેશ સુનિલ જેવા અભિનેતાઓ જોવા મળશે

Pushpa 2 The Rule Story

પુષ્પા ટુ ના ટ્રેલર પરથી જોવા મળી રહ્યું છે તે મુજબ ગોળીઓથી ઘાયલ થયેલો પુષ્પા એટલે કે અલ્લુ અર્જુન તિરૂપતિ જેલમાંથી નાસી છૂટે છે. પુષ્પા પણ પોલીસની ગોળીઓના કારણે ગંભીર રૂપથી જખમી થયેલ હતા, જેથી પૈસાચલમના જંગલમાં પુષ્પાને શોધવા માટે પોલીસે સ્પેશિયલ યુનિટની રચના કરે છે, ત્યાં જ નજીકમાં આવેલ બાકરાપીટની પહાડીઓ માંથી પુષ્પના કપડા તેને પોલીસવાળાને જોવા મળે છે, જ્યાં તેને લોહીથી લોહિ લોહાણ થયેલા પુષ્પાના શર્ટના અવશેષો મળે છે.જેમાં આઠ ગોળીઓ લાગેલી જણાયેલી હોય છે. જેથી લોકો પુષ્પા ને મૃત સમજી બેસે છે.

પુષ્પાની પોલીસ દ્વારા હત્યાના કારણે ચિત્તોર અને તિરુપતિ ના વિવિધ વિસ્તારોમાં દંગાફાટી નીકળે છે, હજારોની સંખ્યામાં પુષ્પાના સમર્થકો શહેરમાં ભાંગતોડ અને તોડફોડ કરી મૂકે છે, અને આ જ સમયે વિવિધ જગ્યાઓએ ચર્ચાઓ શરૂ થાય છે કે આઠ ગોળીઓ લાગ્યા બાદ કોઈ વ્યક્તિ બચી શકે નહીં,

See also  Vasantotsav 2023 : ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે ઉત્સવ,ગુજરાત અને ભારતના કલાકારો આપશે પરફોર્મન્સ જુવો કાર્યક્રમની રૂપરેખા

ઘણા બધા લોકો જ્યારે પ્રશ્નો કર્યા કે પુષ્પાએ આટલા પૈસાનું શું કર્યું ત્યારે લોકો તરફથી મળતા પ્રત્યુતરમાં લોકો જ્યારે જણાવે છે કે બધાને એમ જ લાગતું હતું કે પુષ્પા કેટલા રૂપિયા કમાય છે અને તે તેનું શું કરે છે જ્યારે તેની આસપાસના લોકો મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે પુષ્પા એ અમુક લોકોને હોસ્પિટલ માટે તો કોઈના લગ્ન માટે મદદ કરી, કોઈક ની દીકરીઓના લગ્ન કરાવ્યા તો કોઈ નિરાધાર ને ઘર અપાવ્યું, તેણે કોઈ ગરીબને ખાવાનું ખવડાવ્યું કે રોજેરોટી આપી.

મહિનાઓ સુધી તિરુપતિ અને તેની આસપાસના વિસ્તારમાં દંગાઓ ચાલુ જ રહે છે. લોકો હવે માનવા લાગ્યા છે કે પુષ્પા હવે જીવિત નથી તો અમુક લોકો એવી પણ અફવા ફેલાવી રહ્યા છે કે પુષ્પા જાપાન ચાઇના અથવા તો મલેશિયામાં છે. ફરીથી લોકોના જીભે ચર્ચાઓ શરૂ થાય છે કે આખરે પુષ્પા છે ક્યા.

આ સમયે એક અપડેટ આવે છે કે જંગલમાં લગાવેલ વાઇલ્ડ લાઇફ સર્વેના કેમેરાઓમાંથી લેવામાં આવેલા ફૂટેજમાં જોવા મળે છે કે આ ફૂટેજમાં પુષ્પા જ હોય છે, આ સમયે તે ખુબજ જોરદાર ડાયલોગ બોલી એન્ટ્રી લે છે.

See also  How to Online Registration for Organizing Marriage function in Gujarat @digitalgujarat.gov.in

“અગર જંગલ મેં કોઈ જાનવર દો કદમ પીછે લે તો સમજ લો શેર આયા હૈ, ઔર અગર શેર હિ દો કદમ પીછે લે તો સમજો પુષ્પા આયા હૈ.ત્યારે લોકોમાં ફરીથી ખુશીઓનો માહોલ છવાય જાય છે જે તમે ટ્રેલર પરથી જોઈ શકો છો.

બાકીની સ્ટોરી તો હવે પુષ્પા ફિલ્મ રિલીઝ થયા બાદ જ જાણી શકાશે.

Rate this post

Advertisements
Advertisements
close button