વધુ એક ગુજરાતીને વિદેશની ધરતી પર મળ્યું દર્દનાક મોત- હજુ તો 2 મહિના પહેલા જ ભણવા ગયેલી તડપી તડપીને મોતને ભેટી પાટીદાર દીકરી..જુઓ

Nikhil Sangani

Rate this post

ગુજરાતમાંથી સ્ટુડન્ટ વિઝા પર ઑસ્ટ્રેલિયા આવેલી એક યુવતીનું સિડનીના દક્ષિણ-પશ્ચિમ બહારના વિસ્તારમાં કાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રિયા રામજીભાઈ પટેલ 16 એપ્રિલે તેના મિત્રો સાથે સિડનીથી વોલોંગોંગ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જે વિલ્ટનના પિકટન રોડ પાસે પલટી ગઈ હતી.

કેમડેન પોલીસ એરિયા કમાન્ડના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે, બીજી કારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે એક કાર ગંભીર રીતે પલટી મારી ગઈ હતી. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસ અને પેરામેડિક્સના પ્રયાસો છતાં કારની પાછળની સીટ પર બેઠેલી રિયાને બચાવી શકાઈ નહોતી અને તેનું દર્દનાક મોત નીપજ્યું હતું.

જો વાત કરવામાં આવે તો 20 વર્ષની ઉંમરની રીયા બે મહિના અગાઉ જ ગુજરાતથી સીડનીમાં અભ્યાસ કરવા માટે આવી હતી. આ દરમિયાન 16 એપ્રિલના રોજ બપોર દરમિયાન રીયા તેના મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. કમનસીબે, કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો અને કર પલટી મારી ગઈ હતી.

દર્દનાક અકસ્માતમાં સામેલ કારના ચાલક અને અન્ય વાહનના ચાલકને સારવાર માટે લિવરપૂલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર ઘટના અંગેની તપાસ હાલમાં ચાલુ છે. આ દરમિયાન ગુજરાતમાં રિયાના પિતરાઈ ભાઈ દ્વારા તેના મૃતદેહને પરત લાવવા અને તેના વિદ્યાર્થી લોન અને અન્ય પરચુરણ ખર્ચાઓને આવરી લેવા માટે મદદ માંગવામાં આવે છે.

મહત્વનું છે કે, ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહને ઓસ્ટ્રેલિયાખી ભારત મોકલવા માટે 34,000 થી વધુ ડોલર એકઠા કર્યા છે. આ દર્દનાક અકસ્માતની જાણ થતાં પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. હાલમાં તો આ ઘટનાને લઈને નરેલન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે અને NSW પોલીસ દ્વારા અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

See also  રણમાં અચાનક જ લાખો માછલીઓ ચાલી, આરબ લોકોને ચોંકાવી દીધા