Earthquakes in Turkey and Syria: તુર્કી અને સીરિયામાં ફરી ભૂકંપ 1300 થી વધારે લોકોના મોત, આંકડો વધે તેવી શક્યતા. તુર્કી અને સીરિયાએ 7.8 ની તીવ્રતાના 6 વખત ભૂકંપનો અનુભવ કર્યો, જેના કારણે તબાહી મચી ગઈ. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 1300 લોકોના મોત થયા છે. હાલમાં મોટાપાયે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. બંને દેશોમાં ઘણી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. તેના કાટમાળમાં અનેક લોકો ફસાયા છે. ઈટાલીમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ તુર્કીના ગાઝિયાંટેપ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Earthquakes in Turkey and Syria
તુર્કી અને સીરિયામાં ફરી એકવાર ભયાનક ભૂકંપ આવ્યો છે. તુર્કીની અનાદોલુ સમાચાર એજન્સીએ દેશની આપત્તિ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે દક્ષિણ તુર્કીના કહરામનમારસ પ્રાંતના એલ્બિસ્તાન જિલ્લામાં વધુ 7.6-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આજે સવારે સ્થાનિક સમય મુજબ 4.17 વાગ્યે તુર્કીમાં ખૂબ જ જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 7.8 આંકવામાં આવી હતી.
આ આંચકા માત્ર તુર્કીમાં જ નહીં પરંતુ દમાસ્કસ, લતાકિયા અને સીરિયાના અન્ય પ્રાંતોમાં પણ પડઘાયા છે. સીરિયાની SANA ન્યૂઝ એજન્સીએ આજે સીરિયામાં વધુ એક ભૂકંપના અહેવાલ આપ્યા છે.
આજે સવારે તુર્કીમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.8 હતી
તમને જણાવી દઈએ કે આજે સવારે તુર્કીના દક્ષિણમાં ગાજિયાંટેપ પાસે આવેલો ભૂકંપ કેટલો વિનાશકારી હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 નોંધવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ જીએફઝેડના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 18 કિલોમીટર નીચે હતું. ભૂકંપના કારણે તુર્કી અને સીરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં પણ ભારે તબાહી સર્જાઈ છે.
1300 થી વધુ લોકોના મોત થયા છે
સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાલમાં આ આંકડો 1300ને પાર કરી ગયો છે. આ સિવાય 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે તુર્કીમાં ઓછામાં ઓછા 6 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. એર્દોગને લોકોને ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન પ્રવેશવા વિનંતી કરી હતી.
પ્રથમ ધરતીકંપ બાદ ફરીથી આંચકા અનુભવાયા હતા.
સોમવારે વહેલી સવારે મધ્ય તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી બીજો જોરદાર ભૂકંપ આવ્યો. જાણકારી અનુસાર, પહેલા ભૂકંપના લગભગ 10 મિનિટ બાદ 6.7ની તીવ્રતાનો બીજો જોરદાર ભૂકંપ આવ્યો. આ શક્તિશાળી ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. સાનલિઉર્ફા શહેરના મેયરે જણાવ્યું હતું કે જોરદાર ભૂકંપના કારણે 16 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ સિવાય 2000થી વધુ ઈમારતો ધરાશાયી થવાના સમાચાર છે.