CNG અને PNGના ભાવમાં કરાયો મોટો ઘટાડો

Advertisements

Cng Png Price drop: દેશભરના લોકોને આજે રાહતના સમાચાર મળશે, જ્યારે તેઓ પેટ્રોલ પંપ પર જશે. કારણ કે, CNG અને PNGના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે. CNG ના ભાવમાં પ્રતિકિલો 8.13 રૂપિયાનો ઘટાડો થયો છે. તો PNG ના ભાવમાં પ્રતિકિલો 5.06 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આજે સવારથી નવો ભાવ અમલી બનશે. તો અમદાવાદમાં 6.05 રૂપિયા CNG માં ભાવ ધટાડો કરાયો છે.

Advertisements

 

Cng Png Price Drop |અમદાવાદમાં કેટલા રુપિયા ઘટ્યો ભાવ

CNGની કિંમતમાં પ્રતિકિલોએ 8 રૂપિયાથી વધુ અને PNGની કિંમતમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે 5 રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણી સહિતના અન્ય CNG અને PNGના ભાવમાં ઘટાડો થવાથી લોકોને મોટી રાહત થઈ છે. આ સાથે અમદાવાદમાં અદાણીના CNGની કિંમત 8.13 રૂપિયા  અને અમદાવાદમાં અદાણીના PNGની કિંમત 5.06 રૂપિયા ઘટી છે. નોંધનીય છે કે, ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મોદી સરકારની કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી. જેથી ભાવ પર ટોચમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.

અદાણીએ ઘટાડ્યો ભાવ 
CNG અને PNG ના ભાવમાં ઘટાડો થતા જ અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા 8.13 રૂપિયા પ્રતિ કિલોનો CNG ના ભાવમાં ઘટાડો કરાયો છે. અમદાવાદમાં આજથી 74.29 રૂપિયા પ્રતિ કિલો CNG નો ભાવ થયો છે. જો કે અમદાવાદમાં ગઈકાલે CNG 80.34 રૂપિયા પ્રતિ કિલો મળતો હતો અને હવે નવો ભાવ 74.29 થતા 6.05 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. તો સાથે જ PNG માં પ્રતિ scm 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં 49.83 રૂપિયા પ્રતિ scm PNG માટે ચૂકવવાના રહેશે. સીએનજી અને પીએનજીના ભાવમાં કરાયેલો ઘટાડો આજથી લાગુ કરાશે. CNG અને PNG માં ભાવ ધટાડો થતા તમામ દેશવાસીઓને રાહત મળશે.

See also  CBSE ધો.10, 12 ના છેલ્લા 21 વર્ષોનું પરિણામ ડિજીલોકર પર અપલોડ કર્યો

CNG PNG Price Drop

નવી ફોર્મ્યુલા મુજબ ભાવમાં થયો ઘટાડો

આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મંત્રીમંડળે APM ગેસ માટે 4 ડોલર પ્રતિ MMBTUના આધારે મૂલ્યને મંજૂરી આપી હતી અને અધિકત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ MMBTU રાખવા પર મહોર લગાવવામાં આવી. નવી ફોર્મ્યુલા મુજબ ઘરેલુ પ્રાકૃતિક ગેસની પ્રાઈઝિંગ આંતરરાષ્ટ્રીય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રૂડ સાથે લિંક છે. ઘરેલુ ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના 10 ટકા છે. તેને દર મહિને સૂચિત કરવામાં આવશે. તેનાથી PNG, CNG, ફર્ટિલાઈઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થયો છે. જેનો સીધો લાભ સામાન્ય લોકોથી લઈને ખેડૂતો, ગાડી ચલાવનારાઓને થયો છે. મોદી સરકારના આ નિર્ણયને પગલે CNGના ભાવમાં પ્રતિ કિલો 8થી વધુ રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે PNGના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિટ મીટરે 5થી વધુ રૂપિયાનો ઘટાડો થયો છે.

અનુરાગ ઠાકુરે આ અંગે કરી હતી વાત

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી છે કે, નવી ફોર્મ્યુલાની અસરને કારણે કિંમતોમાં ઘટાડો થશે અને દેશભરમાં CNG અને PNGની કિંમતોમાં 7 થી 10 ટકાની રાહત મળશે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, પુણેમાં CNG 92 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 87 રૂપિયા થઈ જશે અને જો PNG 57 રૂપિયા પ્રતિ યુનિટ છે, તો તે 52 રૂપિયાની નજીક આવશે.

See also  Government Jobs 2022: PM Modi Announces 10 Lakh Jobs

નવા ભાવ બાદ દિલ્હીમાં પણ જો PNG 53.49 ના સ્તરે છે તો ભાવ 47.5 ના સ્તરની નજીક આવશે. તે જ બેંગ્લોરમાં રૂ. 58 થી ઘટીને રૂ. 52 થશે.

Rate this post

Advertisements
Advertisements
close button