બિપોરજોય વાવાઝોડુ સહાય 2023: વાવાઝોડામા અસરગ્રસ્ત વ્યકતિદિઠ કેટલી મળશે સહાય?

Advertisements

બિપોરજોય વાવાઝોડુ સહાય: રાજયમા ઘણા જિલ્લાઓમા બિપોરજોય વાવાઝોડાની અસર થઇ હતી. તેવામા ભારે પવન અને વરસાદની આગાહિને પગલે ઘણા લોકોને આશ્રયસ્થાનોમા સ્થળાંતર કરવામા આવ્યા હતા. આવા સ્થળાંતર કરેલા લોકો માટે સરકારે રોકડ સહાય એટલે કે કેશડોલ ચૂકવવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ આ સહાય કોને મળશે અને વ્યકતિદિઠ કેટલી રકમ મળશે ?

Advertisements

બિપોરજોય વાવાઝોડુ સહાય

ગુજરાત સરકારે બિપોરજોય વાવાઝોડા મા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે જાહેરાત કરી છે કે પ્રતિ દિવસ રૂ. 100/- પ્રતિ દિવસ અને બાળક દીઠ રૂ. 60/-ની રોકડ સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચક્રવાત બિપોરજોય દરમિયાન વિસ્થાપિત વ્યક્તિઓને 5 (પાંચ) દિવસ માટે આ સહાય ચૂકવવામા આવશે.

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

BIPORJOY વાવાઝોડામા પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓને ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના પગલા તરીકે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

કેટલી મળશે બિપોરજોય વાવાઝોડુ સહાય?

જીવનની દૈનિક જરૂરિયાતો મેળવવાની મુશ્કેલી દૂર કરવા વહીવટીતંત્ર દ્વારા આવા વિસ્થાપિત અસરગ્રસ્ત વિસ્તારની વ્યક્તિઓને રોકડ સહાય ચૂકવવાની જરૂરિયાત મહેસૂલ વિભાગના તા.18/03/2021ના સંદર્ભ મુજબ ચૂકવવામા આવશે.

See also  Police Bharti news 2023: ગુજરાત પોલીસ ભરતી માટે સારા સમાચાર, ગૃહ મંત્રી એ કરી જાહેરાત

કેશડોલ્સની બિપોરજોય વાવાઝોડુ સહાય રકમ

યોજનાનુ નામ બિપોરજોય વાવાઝોડુ સહાય
આર્ટીકલ પ્રકાર કેશ ડોલ સહાય
વ્યકતિદિઠ મહતમ રૂ. દૈનિક રૂ.100 (વધુ મા વધુ રૂ.500)
બાળકદિઠ રકમ દૈનિક રૂ.600 (વધુ મા વધુ રૂ.300)

ગુજરાત સરકારશ્રી દ્વારા શું નક્કી કરવામાં આવ્યું?

બિપોરજોય વાવાઝોડામાં અસરાગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય આપવી જરૂરી છે. જેથી આ સહાયની રકમ રોકડમાં આપવા સરકાર દ્વારા નક્કિ કરવામાં આવ્યું છે. આ સહાય કોણે મળશે અને ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે. તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.

મહેસૂલ વિભાગનો ઠરાવ નંબર 1 કુદરતી આફતોથી પ્રભાવિત લોકોને દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ) ની ચુકવણી માટેના ધોરણો દર્શાવે છે. પરિચય-2 ના ઠરાવ પછી, અસરગ્રસ્ત લાભાર્થીને SDRF/NDRF હેઠળ આપવામાં આવતી તમામ પ્રકારની સહાય બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) અથવા PFMS (પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ) દ્વારા ચૂકવવાની સૂચનાઓ અમલમાં છે. પરંતુ, વર્તમાન સંજોગોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બેંકમા ટ્રાંસફર કરવા મુશ્કેલ બનશે. ઉપરાંત લાભાર્થી માટે આ રકમ ખાતામાથી ઉપાડવી પણ મુશ્કેલ બનશે. આ માટે આ રકમ રોકડમા ચૂકવવાનુ સરકાર દ્વારા નક્કી કરવામા આવ્યુ છે.

શું છે કેશડોલ્સ બિપોરજોય વાવાઝોડુ સહાય?

કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તો વિસ્તારોના નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવામા આવે છે. વહિવટીતંત્ર દ્વારા BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે.
વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલ અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવામા આવે છે.

See also  Government Jobs 2022: PM Modi Announces 10 Lakh Jobs

ક્યાં-ક્યાં જિલ્લાઓમાં સહાય મળશે?

આ સંજોગોમાં અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં કેશડોલની રકમ જમા કરવી અને ઉપાડવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આમ, અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત આપવા માટે રોકડ સહાયનો મુદ્દો વિચારણા હેઠળ હતો. તેથી, BIPORJOY ચક્રવાતથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાબતને ધ્યાનમાં લઈને, સરકાર નીચે મુજબ નિર્ણય કરે છે.
બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને કેશડોલ્સ દ્વારા શું સહાય આપવામાં આવશે?
બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને સહાય આપવામાં આવશે. જેમાં પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.

અગત્યની લીંક


કેશડોલ ચૂકવવા માટે ઠરાવ: Download

વધુ અપડેટ માટે WhatsApp Group જોઇન કરો


બિપોરજોય વાવાઝોડામ અસરગ્ર્સ્તો ને કેટલી કેશડોલ્સ સહાય મળશે ?

વ્યક્તિદિઠ દૈનિક રૂ.100
બાળકદિઠ દૈનિક રૂ.60

Rate this post

Advertisements
Advertisements