ધોરણ 6 થી 12 માં બોર્ડ દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ -ક્યા ક્યા એકમ દૂર થયા જુઓ | 2023

Nikhil Sangani

Updated on:

5/5 - (1 vote)

ધોરણ 6 થી 12 માં બોર્ડ દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ: NCERT દ્વારા વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે Class- VI to XII માં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરેલ છે અને તે અનુસાર ઘટાડેલ પાઠ્યસામગ્રી મુજબ NCERT એ ધો. ૬ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો આ વર્ષે પ્રસિદ્ધ કરેલ છે. જે મુજબ સંદર્ભ-1, 2 અને 3 અનુસારના પત્રોથી થયેલ સૂચના અન્વયે મંડળ દ્વારા ચાલુ વર્ષે જૂન-૨૩થી શરુ થતા શૈક્ષણિક વર્ષમાં ધો. ૬ થી ૧૨ ના ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો મુદ્રિત કરેલા છે તે બજારમાં ઉપલબ્ધ થશે. હાલ બજારમાં, શાળાઓમાં તથા વાલી કે વિદ્યાર્થીઓ પાસે ગત વર્ષમાં અમલી/મુદ્રિત થયેલા પાઠ્યપુસ્તકો પણ ઉપલબ્ધ હોય આ બાબતે સંદર્ભ-4 અનુસાર મળેલ મંજૂરી અન્વયે નીચે મુજબની સૂચના ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થવા વિનંતી.

ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન વિષય તેમજ ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોમાં સામેલ પત્રકમાં દર્શાવેલ વિગત મુજબના પ્રકરણના અમુક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણને દૂર કરવામાં આવેલા છે. જેથી ગત વર્ષમાં અમલી/મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા શિક્ષક કે વિદ્યાર્થી પાસે ઉપલબ્ધ હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને પણ ઉપયોગ કરી શકાશે. શિક્ષક દ્વારા ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓની નોંધ વિદ્યાર્થીના પુસ્તકમાં કરાવવાની તકેદારી રાખવાની રહેશે.

See also  Taking a Gap Year to Get Ahead: 4 Alumni Share Their Stories

આમ, ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન તેમજ ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના ઘટાડેલ પાઠ્યક્રમ સાથેના ચાલુ વર્ષે મુદ્રિત થયેલા નવા પાઠ્યપુસ્તક અનુસાર શાળાઓમાં ભણાવવામાં આવે અને જો ગત વર્ષમાં અમલી/મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા/શિક્ષક કે વિદ્યાર્થી પાસે હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે તેવી કાળજી રાખવાની રહેશે.

ધોરણ 6 થી 12 માં બોર્ડ દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ