રદ થયું ધોરણ 12 નું સંસ્કૃતનું પેપર, ફરી લેવાશે પરીક્ષા

Nikhil Sangani

Rate this post

STD 12 Sanskrit Paper Cancelled: ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આવ્યા સુખદ સમાચાર. ધોરણ 12 ની પરીક્ષામાં લેવાયેલું સંસ્કૃતનું પેપર રદ. ધોરણ 12નાં સંસ્કૃતનું પેપર રદ થવાના મામલે ચોક્સાઈ પૂર્વક ખુલાસો માત્ર સંસ્કૃત મધ્યમાં નું અનિવાર્ય વ્યાકરણમ વિષયનું પેપર જ રદ થયેલ છે.સામાન્ય સંસ્કૃતનું નહિ. ધોરણ 12 સંસ્કૃત મધ્યમાંની પરીક્ષા જૂના કોર્ષ મુજબ લેવાઈ હતી તે તા.૨૯/૦૩/૨૦૨૩ના રોજ ફરી પરીક્ષા લેવાશે.

ધોરણ 12 ની પરીક્ષામાં લેવાયેલું સંસ્કૃતનું પેપર રદ | STD 12 Sanskrit Paper Cancelled

બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર છે. ધોરણ 12માં સંસ્કૃત વિષયની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, સંસ્કૃતના પેપરમાં અભ્યાસેતર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પછી બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાથી ફરીથી પરીક્ષા લેવામાં આવશે. બોર્ડે જાહેરાત કરી છે કે સંસ્કૃત પરીક્ષા ફરીથી 29 માર્ચે લેવામાં આવશે.

બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. ધોરણ 12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. આ સમાચાર વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હશે.

See also  Arrears Calculator 2023 | Arrears Calculator for Central Government Employees

કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ પરીક્ષા સચિવ તરુલતા પટેલે પેપર રદ થવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સંસ્કૃતના પેપરમાં અલગ-અલગ સિલેબસમાંથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓના હિતમાં પેપર રદ કરીને ફરીથી સંસ્કૃતનું પેપર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્કૃતના પેપરમાં લગભગ 35 ટકા પ્રશ્નો વિવિધ અભ્યાસક્રમના હતા.

ફરી પરીક્ષા ક્યારે લેવાશે

નાયબ પરીક્ષા સચિવ તરુલતા પટેલે જણાવ્યું કે 29 માર્ચે ફરીથી પેપર લેવામાં આવશે. લગભગ 580 વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તેમની સાથે અન્યાય ન થાય.