Eklavya Model Residential School Admission Test Result | એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2023-24

Advertisements
Eklavya Model Residential School Admission | એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2023-24: ગુજરાત રાજ્યમાં આવેલ આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ -૬ થી ધોરણ -૧૨ સુધીની છે . શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ , રમતગમત , ચિત્રકલા , શિક્ષણ , લાયબ્રેરી વિગેરેની સુવિધા છે . એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં ધોરણ -૬ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે . અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામાં પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે . આ ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે . (ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.)

એકલવ્ય મોડેલ સ્કૂલ Admission Test રિઝલ્ટ

EMRSET 2023_ Provisional Merit List & Counselling schedule

Advertisements
Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

EMRSET 2023 – Provisional Result 

EMRSET 2023 OMR Download Link

EMRSET-2023 Answer Key

 


Eklavya Model Residential School Admission

ધોરણ- ૫ માં ભણતા બાળકો માટે, ધોરણ ૬ થી ૧૨ સુધીનું  રહેવાની સુવિધા સાથે મફત શિક્ષણ

  • અરજી તારીખ: 16 ફેબ્રુ 2023
  • છેલ્લી તારીખ: 06 માર્ચ 2023
  • પરીક્ષા તારીખ: 23 એપ્રિલ 2023
  • વધુ માહિતી માટે મુલાકાત લો.
See also  Narmada Jillafer Badli Seniority List

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2023-24

Eklavya School Admission 2023-24 Application Form For Class-6

તમામ જરૂરિયાતમંદ વાલીઓ અને બાળકો સુધી મેસેજ શેર કરજો

પાત્રતાનું ધોરણ :

વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ ( ST ) હોવા જોઈએ.
પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉંમર ૧૦ થી ૧૩ વર્ષની હોવી જોઈએ. (ઓછામાં ઓછી ૧૦ વર્ષ અને વધુમાં વધુ ૧૩ વર્ષ).
વિદ્યાર્થી વિદ્યાર્થીની હાલ સરકારી શાળા આશ્રમશાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ , સરકાર માન્ય (શિક્ષણ વિભાગની યાદી મુજબ) અને સી.બી.એસ.ઈ. માન્ય , NIOS OBE Program – લેવલ B નું પ્રમાણપત્ર અથવા આર.ટી.ઈ. એક્ટ ૨૦૦૯ ના ચેપ્ટર- ૨ મુજબ – શાળાઓમાં ધોરણ -૫ માં અભ્યાસ કરતા હોવા જોઈએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ -૫ પાસ કરેલ હોવું જોઈએ.
આદિજાતિ વિસ્તારના આદિમ જુથના બાળકો અને હળપતી બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
વિમુક્ત/વિચરતી/અર્ધ વિચરતી જાતિના બાળકો, વિદ્યાર્થી જેના માતા પિતા ડાબેરી ઉગ્રવાદ/બળવો/કોવીડના કારણોસર મૃત્યુ પામેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા – પિતાના બાળકો, અનાથ (માતા-પિતા બન્ને હયાત ન હોય તેવા ) વિદ્યાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે. દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૩% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે . (પ્રવેશ સમયે લાગુ પડતા જરૂરી પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.)

પ્રવેશ અરજીપત્ર લેવાના / મેળવવાના સ્થળો :

  • સબંધિત ગામની પ્રાથમિક શાળા
  • તમામ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ
  • તમામ ગ્રામ પંચાયત
  • તમામ આદર્શ નિવાસી શાળાઓ/આશ્રમ શાળાઓ
  • તમામ જી.એલ.આર.એસ./મોડેલ સ્કૂલો
  • પ્રાયોજના વહીવટદારશ્રી અને મદદનિશ કમિશ્નરશ્રીની કચેરીઓ
  • સરકારી પ્રાથમિક શાળાઓ
  • તમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
  • પ્રવેશ અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો :
અરજીપત્ર ભરીને જે પરીક્ષાકેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાનું રહેશે.અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઈસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે.આ સિવાય અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.
પરીક્ષા દરમિયાન પાત્રતા ધરાવતા હોવાના કોઈ દસ્તાવેજી પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતો નથી . જો ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયક ઠરશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે . જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવારે સંબંધિત દસ્તાવેજી પુરાવા તે સમયે રજૂ કરવાના રહેશે . જેથી ઉમેદવારને પોતે ઠરાવેલ પાત્રતા ધરાવે છે તેની ખરાઈ કરીને જ અરજી કરવા જણાવવામાં આવે છે . પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં જો પાત્રતા ધરાવતા નહીં હોય તો કોઈ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં .
ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ( આદિજાતિ વિકાસ વિભાગ )ની વેબસાઇટ માટે અહીં ક્લિક કરો.

પરીક્ષા પધ્ધતિ :

  • પરીક્ષા તા.૦૧/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ યોજવામાં આવશે, અને વિદ્યાર્થીઓએ સવારે ૧૦:૩૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે.
  • પરિક્ષાનો સમય સવારના ૧૧.૩૦ થી બપોરના ૧.૩૦ કલાક સુધીનો રહેશે.
  • પ્રશ્નપત્રમાં ભાષા કૌષલ્ય ક્ષમતા (અંગ્રેજી, ગુજરાતી, હિન્દી), અંકગણિત, બુધ્ધિમત્તાને લગતા વિષયોમાંથી વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે.
  • પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:૦૦ કલાકનો રહેશે.
  • પરીક્ષા ઓ.એમ.આર. ( OMR ) પધ્ધતિથી લેવામાં આવશે.
See also  Dahod Jillafer Badali Seniority list

અગત્યની તારીખો :

  • અરજીપત્ર મેળવવાની તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ થી
  • અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : ૦૬ – માર્ચ -૨૦૨૩ ( સાંજે ૬.૦૦ વાગ્યા સુધી )

પરીક્ષાની તારીખ :

  • ૨૩ – એપ્રિલ -૨૦૨૩ (રવિવા૨)

પરિણામ જાહેર કરવાની તારીખ :

  • મે ૨૦૨૨ (બીજું અઠવાડિયું )
  • અરજીપત્ર ભરવાની બાબતમાં જો કોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.
  • વિના મૂલ્ય હેલ્પ લાઈન નંબર – ૧૮૦૦૨૩૩૭૯૨૮
  • ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ( આદિજાતિ વિકાસ વિભાગ )ની વેબસાઇટ www.eklavya-education.gujarat.gov.in
  • સંબંધિત જિલ્લા પ્રાયોજના કચેરી અને નજીકની ઈ.એમ.આર.એસ./જી.એલ.આર.એસ. મોડેલ શાળા

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2023-24

ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

Rate this post

Advertisements
Advertisements