આગામી 3 માર્ચથી ગુજરાતભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાનું એલાન

Nikhil Sangani

Rate this post

આગામી 3 માર્ચથી ગુજરાતભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાનું એલાન. CNG ડીલરોએ શુક્રવાર, 3 માર્ચથી રાજ્યભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 55 મહિનાથી CNG વેચાણ માટે ડીલરના માર્જિનમાં વધારો ન થવાને કારણે ડીલર્સ એસોસિએશને 3 માર્ચથી વેચાણ અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

  • CNGમાં ડીલર માર્જિનમાં વધારો ન થતાં નિર્ણય લેવાયો
  • CNGનું વેચાણ બંધ કરી ડિલર્સ નોંધાવશે વિરોધ 
  • 3 માર્ચના રોજ સવારે 7 વાગ્યા થી CNGનું વેચાણ રહેશે બંધ 
  • CNG ડીલર્સ 55 માસથી માર્જિન વધારવા માંગ કરે છે
  • ગુજરાત ગેસના ફ્રેંચાઇઝી ડીલર્સ પણ હડતાળમાં જોડાશે

આગામી 3 માર્ચથી ગુજરાતભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાનું એલાન

cng pump will closed in gujarat: રાજ્યમાં CNGના વેચાણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી કમિશનના મુદ્દે સરકાર દ્વારા વારંવારની રજૂઆતો છતાં કમિશન ન વધારવાના વિરોધમાં 3 માર્ચથી ગુજરાતના સીએનજી પંપ અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતના CNG પંપ માલિકોની આજે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.. 800થી વધુ CNG પંપ માલિકો અનિશ્ચિત સમય માટે CNGનું વેચાણ નહીં કરે. જેમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું છે કે જ્યાં સુધી કંપની તરફથી માર્જિન વધારવાની લેખિત બાંયધરી નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

See also  Gujarat Budget 2023-24 PDF | ગુજરાત બજેટ 2023-24

આગામી 3 માર્ચથી ગુજરાતભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાનું એલાન

CNG વેચતા ડિલર્સના માર્જીનમાં વધારો ન થતા નિર્ણય 

માર્જિન ન વધવાને કારણે CNG પંપ ડીલરો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. 3જી માર્ચે સીએનજીનું વેચાણ બંધ કરીને વિરોધ નોંધાવવામાં આવશે. તેઓએ આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે સીએનજી વેચતા ડીલરોનું માર્જિન વધી રહ્યું નથી. વેપારીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં માંગણી સ્વીકારવામાં આવી નથી. 55 મહિનાથી સીએનજી માર્જિન વધ્યું ન હોવાથી ડીલરોએ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

CNG વાહનચાલકોને પડશે હાલાકી

આ અચોક્કસ મુદતની હડતાળને કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકોને અસર થશે..ખાસ કરીને સીએનજી રીક્ષા ચાલકોથી લઈને તમામ વાહન ચાલકોને સામાન્ય જનતાને પણ અગવડનો સામનો કરવો પડશે..જેમાં એસો. ચેરમેન અરવિંદ ઠક્કરનું કહેવું છે કે જો પંપ બંધ રહેશે તો ગ્રાહકોને પડતી મુશ્કેલી માટે ઓઈલ કંપની જવાબદાર રહેશે.

આગામી 3 માર્ચથી ગુજરાતભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાનું એલાન

કેમ અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી?

છેલ્લા 55 મહિનાથી CNGના વેચાણ માટે ડીલર માર્જિનમાં વધારો થયો નથી. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં ગુજરાત રાજ્યના સીએનજી ડીલરોની બેઠકનું કોઈ પરિણામ ન આવતાં અચોક્કસ મુદ્દત માટે સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. અત્યાર સુધી પત્રો અને ઈમેલ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં ઓઈલ કંપની કમિશનમાં વધારો કરી રહી નથી. જેના પરથી જણાવવામાં આવી રહ્યું છે કે સીએનજી પંપના માલિક લાંબા સમયથી ખોટનો ધંધો કરી રહ્યા છે.

See also  Gujarat TET 2023 Application Form: TET-I & II Exam Date, Eligibility, Test Pattern, Apply Online Process & More

આગામી 3 માર્ચથી ગુજરાતભરમાં CNG ગેસનું વેચાણ બંધ કરવાનું એલાન

ઓઇલ કંપનીએ CNG પંપના ડીલરનું કમિશન નથી આપી રહ્યા!

એક તરફ તેલ કંપની દ્વારા 55 મહિનાથી CNGના વેચાણ પર ડીલર માર્જિન (કમિશન) આપવામાં આવ્યું નથી. બીજી તરફ સીએનજી પંપ માલિકોનું કહેવું છે કે છેલ્લા 15 મહિનાથી ગેસ કંપની (સીજીડી) સીએનજી પંપનું ડીલર ઓઈલ કંપનીને કમિશન આપે છે, પરંતુ ઓઈલ કંપની કમિશન ચૂકવતી નથી. નોંધપાત્ર રીતે, ડિસેમ્બર 2021 થી, CNG પર સંશોધિત ડીલર માર્જિન તે ગેસ કંપનીઓને ચૂકવતી રકમમાંથી બાદ કરવામાં આવશે. જેમાં સીએનજી પંપના માલિકનું ડીલર માર્જીન ઓઈલ કંપનીમાં જમા કરાવવામાં આવ્યું છે તો ઘણાએ ડીપોઝીટ કમિશન આપવાની રજુઆત કરી છે. તેમ છતાં તેલ કંપની ચૂકવણી કરતી નથી.

હાલમાં સીએનજી પંપ માલિકને એક કિલો ગેસના વેચાણ પર 1.70 પૈસાથી 2.00 રૂપિયા સુધીનું કમિશન મળી રહ્યું છે. જેઓ કમિશન વધારવા માટે ત્રણ રૂપિયાની માંગ કરી રહ્યા છે. આ કિસ્સામાં સરકાર અને તેલ કંપની સમસ્યાનો ઉકેલ લાવતી નથી. અચોક્કસ મુદત માટે હડતાળ પર જવાનો નિર્ણય લેવાયો છે.

કમિશન વધારા માટેના નિયમો હોવા છતાં પણ કમિશન નથી વધારી રહ્યા !

CNG વેચતા પંપના માલિકનું કહેવું છે કે ઓઈલ કંપનીનો નિયમ છે કે દર બે વર્ષે ડીલરનું માર્જિન વધારવું, પરંતુ તેણે 55 મહિના સુધી એક પૈસો પણ વધાર્યો નથી, છેલ્લી વખત 2017માં કમિશન વધાર્યું હતું. વર્ષ 2019માં કમિશન વધારવાને બદલે હજુ સુધી કમિશન ન વધારતા 10 સીએનજી પંપ વિરોધ કરી રહ્યા છે.

See also  Gujarat CET 2023 Registration | Notification Out for Common Entrance Test (CET) 23-24