આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24

Nikhil Sangani

Rate this post

આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24: આદર્શ નિવાસી શાળાઓમાં વિધાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ અને શાળાના સ્ટાફ માટે કોમ્પ્યુટર, પ્રિંન્ટર તથા સ્કેનર ખરીદવા તથા કોમ્પ્યુટર તાલીમ શિક્ષકના વેતન માટેની રુ.૨૦૧.૩૦ લાખની નવી બાબત

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતાનો તા.૦૧/૦૪/૨૦૨૩ નો પત્ર ક્ર:વિજા/આનિશા/ન.બા./૨૦૨૨-૨૩/૨  હેઠળના નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતાના પત્રથી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ અને શાળાના સ્ટાફ માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા સ્કેનર ખરીદવા માટેની તથા કોમ્પ્યુટર તાલીમ શિક્ષકના વેતન માટેની રૂ.૨૦૧.૩૦ લાખની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા દરખાસ્ત કરવામાં આવેલ છે. આ બાબતને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે સમાવવામાં આવેલ છે. જેની વહીવટી મંજૂરી આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24

પુખ્ત વિચારણાના અંતે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ૨૮ અને અગરિયાની ૦૫ મળી કુલ ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ અને શાળાના સ્ટાફ માટેના કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા સ્કેનરને GeM Portal પરથી ખરીદવાની તથા કોમ્પ્યુટર તાલીમ શિક્ષકની આઉટસોર્સથી સેવાઓ રૂ.૧૫૦૦૦/-ના માસિક વેતનથી મેળવવાની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની રૂ.૨૦૧.૩૦/- લાખની નવી બાબતને નીચેની શરતોને આધિન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

શરતો

 • આઉટ સોર્સથી સેવા વહીવટી મંજુરી મુજબના સમયગાળા પુસ્તી જ મેળવવાની રહેશે. તેના થી વધુ સમય માટે આ સેવા પૂર્વ મંજુરી સિવાય મંજુરીની અપેક્ષાએ કે પાશ્ચાત વર્તી અસરથી મંજુરી મેળવવાની અપેક્ષાએ કોઇપણ સંજોગોમાં ચાલુ રાખી શકાશે નહી
 • આઉટ સોર્સથી સેવા લેવા અંગેની વહીવટી મંજુરી મળ્યા બાદ નિયત માન્ય આઉટસોર્સીંગ એજન્સી મારફત લેવા અંત્રની કાર્યવાહી હાથ ધરવાની રહેશે,
 • આઉટ સોર્સની જગ્યાઓની સેવાઓ માન્ય એજન્સી મારફત ૧૧ માસ માટે લેવાની રહેશે. સેવાઓની મુદત પૂર્ણ થયેથી તાત્કાલિક અસરથી સેવાઓ સમાપ્ત કરવાની રહેશે. ત્યાર બાદ જરૂર જણાયે નાણા વિભાગની પૂર્વ મંજુરી મેળવ્યા બાદ નિયત
 • કાર્ય પદ્ધતિને અનુસરીને નવેસરથી સેવાઓ મેળવવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. D. વિભાગે ડ્રાઈવર અને વર્ગ-૪ ની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગના તા.૧/૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ મુજબ મંજૂર થયેલ
 • બજેટ જોગવાઈની મર્યાદામાં આઉટસોર્સીંગથી કરાવવાની રહેશે.
 • વિભાગે રાજ્ય સરકારની પ્રવર્તમાન આઉટ્સોર્સની નીતિનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લઘુત્તમ વેતન ધારા, ઈપીએફ, ટીડીએસ, સર્વીસ ટેક્ષ, GST, સર્વિસ ચાર્જ અન્ય ચુકવણા અને કપાત સહિત લાગુ પા અધિનિયમો/કાયદાઓની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી સેવાઓ મેળવવાની રહેશે, વતન અને સેવાઓ અંગે કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે જોવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.
 • આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24
 • એજન્સી દ્વારા નિયમિત મહેનતાણુ નિયત થયા મુજબ પુરેપુરુ ચુકવે તે અંગે સંબંધિત વિભાગે યોગ્ય મોનીટરિંગ વ્યવસ્થા
 • ગોઠવવાની રહેશે. તેમજ એજન્સી આ બાબતે ક્ષતિ કરે તો તેના પર યોગ્ય પગલા લેવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.
 • મહેનતાણાના દરો કેંદ્રીય યોજના હેઠળ નિયત થયેલ હોય કે સેવા સંબંધિત વિભાગના પરામર્શમાં નિયત કરી. તેના આધારો સાથે નાણાવિભાગની પૂર્વ મંજુરી મેળવી ચુકવવાના રહેશે. તેમજ નાણા વિભાગની પૂર્વ મંજુરી સિવાય મહેનતાણાના દરોમાં કોઇ વધારો કરવાનો રહેશે નહીં.
 • આઉટ સોર્સથી સેવા મેળવવાની હોય તો તેના માટે નિયમિત જગ્યા અંગેની કોઈ શરતો લાગુ પડશે નહિ.
 • આઉટ સોર્સ જો કોઈ કેન્દ્ર સહાયિત યોજના હેઠળ લેવાની થતી હોય તો તે અંગેનો ખર્ચ જે તે યોજના હેઠળ મેળવીને જ કરવાનો રહેશે, રાજ્ય સરકારના ફંડમાંથી ખર્ચ ઉધારવાનો રહેશે નહિ.
 • આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે
 • પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે.
 • આ અંગેનું ખર્ચ રાજય સરકારના સ્થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો/પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનું રહેશે.
 • આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનો અમલ કરવાનો રહેશે.
 • આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેતી રકમ વર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે.
 • સદર વહીવટી મંજુરી અન્વયે સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહીવટી મંજુરી આપોઆપ રદ ગણાશે.
 • આ મંજૂરી અન્વયે કરવાની થતી ખરીદી અંગે રાજય સરકારની પ્રર્વતમાન ખરીદનીતિની જોગવાઈઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • આઈ.ટી.સંબંધિત તમામ બાબતો અંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની વખતોવખતની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ મારફતે કરવા ખરીદ પધ્ધતિ મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પરંતુ જે વસ્તુઓ GeMPortal પર ઉપલબ્ધ ન હોય એવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૦૧/૧૦/૨૦૧૮ ના ઠરાવ તથા ત્યારબાદના વખતો વખત થયેલ સુધારાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • આઇ.ટી, હાર્ડવેર ખરેખર મળવાપાત્ર અધિકારી/ કર્મચારીની ભરાયેલ જગ્યા પુસ્તુ જ મેળવવાનું રહેશે. તેથી વધુ વસાવવામાં આવશે અને તે બિન ઉપયોગી રહેશે તો તેની જવાબદારી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની થશે. સાધનો
 • નવા સાધનોની ખરીદી કરતા સમયે જે તે જગ્યાઓના બિનવપરાશના સાધનોનો રાજ્યસરકારશ્રીની પ્રવર્તમાન નીતિ મુજબ નિકાલ ઝુંબેશના સ્વરૂપે કરવાનો રહેશે. જેથી બિનવપરાશપાત્ર સાધનોની પ્રતિદિન ઘટતી જતી કિંમતો અને રોકાતી જગ્યાના અનુસંધાને ઉચિત કાર્યવાહી થઇ શકે.
 • ખરીદીના વિકલ્પે Rental Model, PPP ધોરણે કે Outsourcing થી Operation and Maintenance, કે અન્ય Hybrid model થી કામગીરી લઇ શકાય તેમ હોય તો તેનો તુલનાત્મક અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ મુજબ કામગીરી લેવાની રહેશે.
 • ગ્રાંટ મળવાની અપેક્ષાએ ખરીદી કરાવાની રહેશે નહી.
 • આઇ.ટી, હાર્ડવેર/સોફ્ટવેર ખરીદી માટે હાર્ડવેર Operation and maintenance માટે Manpower ની વધારાની જરૂરિયાત ઉપસ્થિત ન કરતાં તેનો આંતરિક વ્યવસ્થાથી કામગીરી લેવાની રહેશે.
 • આઇ.ટી. હાર્ડવેર/સોફ્ટવેર ખરીદી માટેનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થાય અને તેના પૂર્ણ આયુષ્ય મર્યાદા સુધી તેનો મહત્તમ ઉપયોગ ઔચિત્ય પૂર્ણ રીતે થાય તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
 • આઇ.ટી. હાર્ડવેર/સોફ્ટવેર ખરીદી માટેનું ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવવાનું રહેશે. જિ
 • નાણા વિભાગના કરકસર પ્રભાગ દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી કરકસર અંગેની સુચનાઓનું વિભાગે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • આઇ.ટી, હાર્ડવેર/સોફ્ટવેર ખરીદવા માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ અનુદાન મળનાર હોય તો કેન્દ્ર સરકાર તરફથી આવું અનુદાન મળ્યેથી જ આવી મશીનરી ખરીદવાની રહેશે.
 • જો કોઇ કેંદ્રીય સહાયિત યોજના હેઠળ સાધનોની ખરીદી કરવાની હોય તો યોજનાની સહાય મળ્યેથી જ ખરીદી કરવાની રહેશે.
 • આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે.
 • પ્રસ્તુત કામ માટે જરૂર જણાયે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે.
 • આ અંગેનું ખર્ચ રાજય સરકારના સ્થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો/પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનું રહેશે,
 • આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનો અમલ કરવાનો રહેશે.
 • આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેતી રકમ વર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે.
 • યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • સદર વહીવટી મંજુરી અન્વયે સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહીવટી મંજુરી આપોઆપ રદ ગણાશે,
See also  Bharuch Jillafer Badli Seniority List

આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24 PDF


Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24

આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24

આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24

આદર્શ નિવાસી શાળાઓમાં નવી યોજના બાબત 2023/24