6 વર્ષની માસુમ બાળકીને રખડતા ઢોરે શિંગડાથી હવામાં ઉછાળીને જમીન પર પટકે, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Advertisements
6 year old girl thrown by bull: ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે જંબુસરમાં બનેલી એક તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં રખડતા ઢોરે 6 વર્ષની માસુમ બાળકીને લીધી હતી.

આ ઘટનાનો એક રુવાટા ઉભા કરી દેનારો વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાળકી રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી હતી આ દરમિયાન પાછળની તરફથી અચાનક જ રખડતા ઢોરે માસુમ બાળકી ઉપર પ્રહાર કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચી નથી.

Advertisements

6 Year Old Girl Thrown by Bull

આ ઘટના બનતા ચારે બાજુ ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે એક નાનકડી એવી બાળકી સોસાયટીમાં ઊભેલી જોવા મળી રહે છે. ત્યારે અચાનક જ પાછળથી આવેલા રખડતા ઢોરે બાળકીને શિંગડામાં ભરાવીને જમીન પર પટકી હતી. જેના કારણે આજુબાજુ ઉભેલા બીજા નાના બાળકોએ બૂમાબૂમ કરી હતી

સબનસીબે આ ઘટનામાં બાળકીને કંઈ થયું નથી. વિગતવાર વાત કરીએ તો જંબુસર નગરના પશ્ચિમ વિસ્તારમાં પિશાય મહાદેવ રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતા યોગેશભાઈ પરમારની 6 વર્ષની દીકરી વૃષ્ટિ સ્કૂલેથી અભ્યાસ કરીને અન્ય વિદ્યાર્થીનીઓ સાથે ઘર તરફ આવી રહી હતી.

ત્યારે ઘરની નજીક એક રખડતા ઢોરે વૃષ્ટિ પર પાછળથી પ્રહાર કર્યો હતો. રખડતા ઢોરે વૃષ્ટિને શિંગડામાં ઉછાળીને જમીન પર પટકી હતી. ત્યારબાદ રખડતો ઢોર ત્યાંથી ચાલ્યો ગયો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Rate this post

Advertisements
Advertisements
close button