ગુજરાતનું અહીં 14 વીઘામાં 7 કરોડના ખર્ચે બન્યું મુક્તિધામ, માત્ર રૂપિયા 1ના ટોકનમાં થાય છે અંતિમક્રિયા

Nikhil Sangani

Rate this post

મુક્તિધામનું નામ પડે એટલે સારા સારાના હાજા ગગડી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી. પરંતુ ડીસામાં બનેલું મુક્તિધામ સ્વર્ગને પણ ભુલાવી દે તેવું છે. ડીસામાં બનાસ નદીના કિનારે 14 વીઘામાં રૂપિયા 5થી 7 કરોડના ખર્ચે મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. અહીં અંતિમ સંસ્કાર માટે તો લોકો આવે છે. પરંતુ સાથે જન્મ દિવસની ઉજવણી, પ્રે વેડિંગ શૂટ માટે પણ લોકો આવી રહ્યાં છે. મુક્તિધામનું 80 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.

આ મુક્તિધામ એ ફક્ત મુક્તિધામ જ નહીં પરંતુ ડીસા સહિત આસપાસના વિસ્તારના લોકો માટે પિકનીક પોઇન્ટ કે પ્રિ વેડિંગ શૂટિંગ પોઇન્ટ સાબિત થઇ રહ્યું છે. આવી આવી સુવિધાઓથી સજ્જ છે મુક્તિધામ…

આ મુક્તિધામની એન્ટ્રીને જ કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટની એન્ટ્રી હોય તેવી તૈયાર કરવામાં આવી છે. આ મુક્તિધામમાં અંતિમક્રિયા માટે આધુનિક ડિઝાઇન વાળો સિમેન્ટ ડોમ તૈયાર કર્યો છે.

બાળકોની દફનક્રિયા માટે અલગ જગ્યા ફાળવાઈ છે. મુક્તિધામમાં પ્રાર્થના ખંડ, સિનિયર સિટિઝનો માટે લાયબ્રેરી હોલ, વિશાળ બાગ બગીચો,બાળકો માટે રમત ગમતના સાધનો, સ્મૃતિ પરિસર, સ્નાનગૃહ, શૌચાલય સહિતની સુવિધા છે.

તેમજ ગ્રામ્ય સંસ્કૃતિ ધરાવતું પેટિંગ, વર્ષો જૂનો કૂવો જેમાં તમામ શકુંલનું વેસ્ટ પાણી તેમજ વરસાદનું પાણી જુના કુવામાં રિચાર્જ કરાય છે.

મુક્તિધામને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં એક ભાગ માત્ર અંતિમક્રિયાઓ માટે છે.બીજા ભાગમાં લોકો પિકનિક માટે હરવા ફરવા આવી શકે.

આ મુક્તિધામની સુંદરતાને જોઈ કેટલાક લોકો તો અહીં જન્મ દિવસની ઉજવણી, પિકનીક કે પ્રિ વેડિંગ શૂટ માટે પણ આવી રહ્યાં છે.

ત્યારે અત્યાર સુધી 5 કરોડના ખર્ચે માત્ર 80 ટકા જેટલું કામ જ પૂર્ણ થયું છે. આ 80 ટકા કામ પૂર્ણ થતાં જ આ મુક્તિધામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

See also  Rajdhani Day Chart 10 November 2022 Today Rajdhani Day Satta Matka Chart 2022

માત્ર રૂપિયા 1 ના ટોકનમાં જ કોઈ પણ વ્યક્તિની અહીં અંતિમક્રિયા થઈ રહી છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિની અંતિમ ક્રિયા માટે કાસ્ટનો ખર્ચ જ 3000-4000 થઇ જતો હોય છે.

પરંતુ આ મુક્તિધામને 80 વર્ષ માટે કાસ્ટના દાતા પણ નિઃશુલ્ક આપનાર મળી જતા કોઈ પણ ગરીબ વ્યક્તિ પણ પોતાના સ્વજનની આસાનીથી અંતિમ ક્રિયા કરાવી શકે છે.