જેની ગાયિકીના લોકો દીવાના છે, જેમના કાર્યક્રમોમાં હજારોની જનમેદની ભેગી થઇ જાય, એવા ફરીદા મીર હાલ કેવી જિંદગી વિતાવે છે ? જુઓ તેમના વૈભવી જીવનની ઝલક

Nikhil Sangani

Rate this post

જેમના ગીતો સાંભળીને લોકો શાન ભાન ભૂલી જાય એવા સુમધુર ગાયિકા ફરીદાબેન મીરના જીવન વિશેની કેટલીક અજાણી વાતો…

ગુજરાતમાં ઘણા બધા લોકપ્રિય ગાયકો છે જેમણે વર્ષો સુધી પોતાના અવાજનો જાદુ લોકોના દિલ પર ચલાવ્યો છે. એવું જ એક નામ છે લોકપ્રિય ગાયિકા ફરીદા મીરનું. જેમના ગીતો એક સમયે દરેકના મોઢા પર સાંભળવા મળતા અને તેમના કાર્યક્રમોમાં પણ હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડતી હતી.

આજે ઘણા ચાહકો જાણવા માંગે છે કે ફરીદા મીર હાલમાં શું કરે છે. તો ચાલો તમને તેમના જીવન વિશેની કેટલીક ખાસ વાતો જણાવીએ. ફરીદા મીરે નાનપણથી જ ગાયિકીની દુનિયામાં હાથ અજમાવ્યો હતો, તેમણે માત્ર 13 વર્ષની ઉંમરમાં જ ગાવાનું શરૂ કરી દીધું હતું.

ફરીદા મીરે શરૂઆતમાં ખુબ જ ઓછા પૈસા માટે કામ કર્યું હતું, પરંતુ આજે તે એક કાર્યક્રમ માટે 2 લાખથી પણ વધારે ફી લે છે. ફરીદા મીરનો જન્મ સૌરાષ્ટ્રના પોરબંદરમાં 10 ડિસેમ્બર 1979ના રોજ થયો હતો.  તેઓ તેમના પિતા સાથે બાળપણમાં ભજન તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં પણ જતા હતા અને ત્યાં તેમનામાં ગાવાનો શોખ જન્મ્યો હતો.

ફરીદા મીરને ગાયિકી પ્રત્યે એવી ધૂન લાગી કે તેમને ધોરણ 10 બાદ પોતાનો અભ્યાસ છોડી અને ગાયિકાના ક્ષેત્રેમાં જ ઝંપલાવવાનું નક્કી કર્યું. આજે ફરીદા મીર ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ઠેર ઠેર ડાયરા કર્યક્રમો કરે છે, આ ઉપરાંત તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે.

બાળપણથી જ શરૂ કરેલી ગાયિકીની સફર આજે તેમને સફળતાના ઊંચા શિખર ઉપર લઇ આવી છે. ફરીદા મીર લગ્નની અંદર સંગીત સંધ્યામાં તો ઘણા ડાયરા કાર્યક્રમો ઉપરાંત તેઓ ગરબામાં પણ રમઝટ જમાવતા જોવા મળે છે. ફરીદા મીરના ડાયરા કાર્યક્રમોમાં લોકો રૂપિયાનો પણ વરસાદ કરતા જોવા મળતા હોય છે, તેમના ડાયરા અને અન્ય કાર્યક્રમોમાં ચાહકો પણ તેમનો અવાજ સાંભળીને ઘેલા બની જતા હોય છે.

See also  6 વર્ષની માસુમ બાળકીને રખડતા ઢોરે શિંગડાથી હવામાં ઉછાળીને જમીન પર પટકે, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

ફરીદા મીરે 1000 કરતા પણ વધારે ગીતો ગાયા છે તેમને માત્ર સિંગિંગમાં જ યોગદાન નથી આપ્યું પરંતુ અભિનયની દુનિયામાં પણ તેમને પોતાનો હાથ અજમાવ્યો છે, ફરીદા મીરે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરી છે.

હાલના સમયમાં ફરીદા મીર ગુજરાતની ગાયિકાઓમાં એક મોટું નામ ધરાવે છે, તેમની પાસે મોટો ચાહકવર્ગ છે અને અને આજે તે ખુબ જ આલીશાન જીવન પણ જીવે છે, શરૂઆતમાં કઠોર મહેનત કર્યા બાદ આજે તેઓ અમદાવાદમાં એક આલીશાન ઘરની અંદર સ્થાયી થયા છે અને લક્ઝુરિયસ લાઈફ જીવે છે.