TAT પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર | સરકારે પરીક્ષા પદ્ધતિમાં કર્યો બદલાવ

Nikhil Sangani

Rate this post

TAT પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર: જો તમે ગુજરાતમાં શિક્ષક બનવા માંગતા હો, તો હવે તમારે TAT પાસ કરવા માટે બે વાર પરીક્ષા આપવી પડશે. હા હા પ્રથમ પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષા આપવાની તક મળશે. રાજ્ય સરકારે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષક બનવા માટે ટાટ પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે જો ઉમેદવાર શિક્ષક બનવા માંગતો હોય તો તેણે બે પરીક્ષા આપવી ફરજિયાત છે. નવી સિસ્ટમ મુજબ, ઉમેદવારોએ દ્વિ-સ્તરીય પરીક્ષા પદ્ધતિમાંથી પસાર થવું પડશે. પ્રથમ પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોને બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. પ્રથમ કસોટી બહુવિધ પસંદગીના પ્રશ્નોની હશે જ્યારે બીજી વર્ણનાત્મક પરીક્ષા હશે. શિક્ષકોની ગુણવત્તા વધારવા માટે પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ નિર્ણય લીધો છે.

નવી શિક્ષણ નીતિ હેઠળ હવેથી બે પરીક્ષાઓ લેવામાં આવશે. જેમાં (1) શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અને (2) ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે શિક્ષક અભિયોગ્ય કસોટીનું આયોજન કરવામાં આવે છે. આ બંને પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. પહેલા પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર બાદ મુખ્ય પરીક્ષા એટલે કે પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. નવી શિક્ષણ નીતિ અનુસાર શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.

See also  Kaushalya the Skill University Admission 2023 (KTSU) – Courses, Fees, Application Form

 

TAT કસોટીનું દ્વિસ્તરીય સ્વરૂપ
👇
“શિક્ષક અભીરૂચિ કસોટી’ પ્રાથમિક અને મુખ્ય કસોટી. એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે.

👉અ) પ્રાથમિક પરીક્ષા:
આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે.

👉બ) મુખ્ય પરીક્ષા:
આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.

👉 પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપઃ

👉પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે,

👉જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે

👉 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે.

👉આ કસોટીના બંને વિભાગ ફરજીયાત રહેશે.

👉આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે,

👉MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે.

👉મુખ્ય કસોટી (Mains Exam) નું સ્વરૂપ:

👉પ્રાથમિક કસોટીમાં Cut Off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે.
👉આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.

1: ભાષા ક્ષમતા 100 ગુણ

અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) 100 ગુણ

See also  જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023 @gpssb.gujarat.gov.in

બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) 100 ગુણ

૬) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) 100 ગુણ

પ્રશ્નપત્ર-૨: વિષયવસ્તુ (Content) અને પદ્ધતિ શાસ્ત્ર (Pedagogy) – 100 ગુણ

(જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ
હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)

નોંધ:

ઉમેદવારે જે માધ્યમની શિક્ષક અભિરુચિ કસોટી ઉતીર્ણ કરેલ હશે તે માધ્યમમાં શૈક્ષણિક કાર્ય થતું હોય તેવી શાળાઓમાં જ શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે પાત્ર ઠરશે.

ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા/અલગ રહેશે…


TAT નવી પરીક્ષા પદ્ધતિ બાબત લેટેસ્ટ પરિપત્ર


No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.