Beauty Parlour Kit Sahay Yojana 2023 | મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

Nikhil Sangani

Rate this post

Beauty Parlour Kit Sahay Yojana 2023 | મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના: મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 | Free Beauty Parlour Kit Sahay Yojana 2023 | Mafat Beauty Parlour Kit Sahay Yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2023 | Beauty Parlour Kit Sahay Yojana 2023 આ માહિતીના માધ્યમથી  મફત બ્યુટી પાર્લર કીટ સહાય 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે?  તેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેના ઓનલાઇન ફોર્મ તા. 1 એપ્રીલ 2023 થી ઓનલાઇન ભરાવાનુ ચાલુ થશે. આ યોજનામા મહિલાઓને બ્યુટી પાર્લર કીટ સહાય આપવામા આવે છે. આ યોજનામા ક્યારે ફોર્મ ભરાશે ? ક્યા ફોર્મ ભરવુ જેવી માહિતી જોઇએ.

Beauty Parlour Kit Sahay Yojana 2023 | મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

યોજનાનું નામ બ્યુટી પાર્લર કીટ સહાય 2023
હેઠળ માનવ ગરિમા યોજના 2023
નાણાંકીય સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
ઊંમર મર્યાદા ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામ કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
વેબસાઈટ e-kutir.gujarat.gov.in
See also  ગુજરાત વનબંધુ કલ્યાણ યોજના : Gujarat Vanbandhu Kalyan Yojana 2022

બ્યુટી પાર્લર કીટ સહાય 2023

ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક બ્યુટી પાર્લર કીટ સહાય 2023 હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત બ્યુટી પાર્લર કીટ મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. Beauty Parlour Kit Sahay આ યોજના હેઠળ મહિલાઓ બ્યુટી પાર્લર કીટ મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.

 

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ બ્યુટી પાર્લર કીટ સહાય 2023 યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
See also  Gujarat Govt Announces Online E-FIR Service for Vehicle And Mobile Phone Theft

 

Beauty Parlour Kit Sahay માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  1. અરજદારનું આધાર કાર્ડ
  2. જન્મ પ્રમાણપત્ર
  3. રેશન કાર્ડ
  4. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  5. મોબાઇલ નંબર
  6. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  7. અભ્યાસના પુરાવા
  8. વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  9. જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  10. જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ

માનવ ક્લ્યાણ યોજનામા નીચે મુજબના વ્યવસાય માટે ટુલ્સ કીટ સહાય રૂપે આપવામા આવે છે.

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચી કામ
  • ભરત કામ
  • દરજી કામ
  • કુંભારી કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણાં બનાવટ
  • ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફલોરમીલ
  • મસાલા મીલ
  • રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)

આ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારબાદ ડ્રો મા પસંદ થયેલા લાભાર્થીને આ સહાય આપવામા આવે છે.

See also  પીએમ કિસાન 11મો હપ્તો જાહેર : ચેક કરો

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: esamajkalyan.gujarat.gov.in
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
યોજનાની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાસરનામાઅને ટેલિફોન નંબર ની યાદી અહીં ક્લિક કરો